#426 Major Dr Parthik Kalariya

January 11, 2021

પરિવારનો એક માત્ર પુત્ર, દોમ દોમ સાહ્યબી, પાણીયારા ઉપર ઉભો રહીને પાણી માંગે અને 2 જણ પાણી આપવા દોડે એટલા લાડ અને જઈ ચડયો સિયાચીનના બર્ફીલા પહાડો પર. જ્યાં સવારના બ્રશ કરવા માટે ટુથપૅસ્ટને 20-25 મિનિટ પાણીમાં ઉકાળવી પડે ત્યારે ઓગળે અને બ્રશ થાય. પાણીનું તો નામોનિશાન ન હોય એટલે બહારથી બરફ લાવીને ઓગાળીને રોજનું […]

#425 Darshi Vasavada

December 7, 2020

મારું નામ દર્શિ, ત્રણ મહિનાની હતી ત્યારે આંખની તકલીફ થઇ ગઈ અને મારુ વિઝન નબળું પડી ગયેલું, ડૉક્ટરની ભાષામાં કહું તો રેટિનીટીસ પિગ્મેમ્ટોઝા નામની બીમારી થયેલી જેનાથી દેખાતું સાવ બંધ તો નહિ પરંતુ અજવાળામાં થોડું જોઈ શકું. એટલે તમે મને ન તો અંધજનની કૅટેગરીમાં મૂકી શકો અને ન તો સામાન્ય દ્રષ્ટિવાળાની કૅટેગરીમાં, આપણે વચ્ચે ઝૂલતા […]

#424 Haritrushi Purohit

November 19, 2020

વાત છે 1994-95 ની, ત્યારે આ ઈન્ટરનેટ, ફેસબુક કે મોબાઈલ ફોન જેવું કશું જ નહોતું, છાપામાં મેં સિદ્ધિ સિમેન્ટની એક સ્પર્ધા જોઈ કે જેમાં કંપની માટે સ્લોગન લખવાનું હતું. ભલે હું સાઈન્સમાં ભણતો પરંતુ આર્ટસ પ્રત્યે એક અલગ જ લગાવ હતો, નાનપણથી જ ટીવીમાં આવતી જાહેરાતોની જીંગલ્સ કે છાપામાં આવતી એડ્સના સ્લોગન મને ગમતાં. સિદ્ધિ […]

#423 Chinmai Hemani and her GIFT A PLANT mission

November 5, 2020

એક વ્યક્તિ દિવસમાં 3 ઑક્સીજન સિલિન્ડર ભરાઈ જાય એટલું ઑક્સીજન શ્વાસમાં લે છે અને એક ઓક્સીજનનું સિલિન્ડર ઓછામાં ઓછું 700 રૂપિયાનું પડે તો તમારા ઘરનો વાર્ષિક હિસાબ જાતે જ કરી લો. મારા મિત્રો, સાથે કામ કરતા કર્મચારીઓ, સગા -સંબંધીઓ કે તમારા પોતાના સંતાનો રાજકોટની પ્રદુષિત હવાને ફેફસામાં અને નસો માં ભરીને ઘેર આવે છે ત્યારે […]

#422 Darshan Bhalara and Madhudhara honey

October 9, 2020

નામ જયારે મધુધારા રાખ્યું ત્યારે ઘણા લોકો એ ધારી લીધેલું કે મધ અને ધારા જોડીને નામ રાખેલું પરંતુ સાચા અર્થની પૂછો તો જ ખબર પડે.   દર્શન ભાલારા, ઉંમર માત્ર 27 વર્ષ અને 21 વર્ષની ઉંમરે મધમાખી ઉછેર માટે પ્રયત્નો શરુ કરી દીધેલાં. મધુ એટલે કે મીઠું એ પછી ગ્રાહક હોય, માખીઓ હોય કે પછી […]

#421 Jain Vision Group

September 29, 2020

અમે નાના હતા ત્યારે એક રૂમ-રસોડાનાં મકાનમાં 7 જણનું કુટુંબ આનંદથી રહેતું હતું. ડ્રોઈંગરૂમ, સેપરેટ બેડરૂમ જેવું તો સ્વપ્ન પણ નહોતું આવતું.   હવે અલગ રુમ તો ઠીક બાથરૂમ પણ અલગ હોય છે. સમય બળવાન છે કહેવાય છે ને કે જે થાય એ સારા માટે જ થાય છે, વિચાર કરો કે એ જમાનામાં આ મહામારી […]

#420 Het & Kavya Joshi

September 20, 2020

હું જયારે દસમા ધોરણમાં હતો ત્યારે મને કોઈ સેનેટરી પેડ કે મેન્સ્ટ્રુએશન સાઇકલનું નામ પણ બોલે તો શરમ આવતી, આડું જોઈ જતાં અથવા તો ઘરનો બીજો ખૂણો પકડી લેતો. આજે પણ યાદ છે ઘરની સ્ત્રીઓ જુના કપડાં સાચવી રાખતી અને એજ વાપરતી પરંતુ એ જૂનું રાજકોટ હવે નથી રહયું. લોકો ખુલીને સ્વાસ્થ્ય અને તેને લગતી […]

#419 Devit Dhruva and his masks

September 8, 2020

માસ્ક, પી.પી.ઈ., સેનિટાઇઝર જેવા શબ્દો બહુ જ ગવાઇ ગયા આ વર્ષે પરંતુ કોઈ કહે છે કે આ સુરક્ષિત છે તો બીજા દિવસે કોઈ એને નાકામ પૂરવાર કરે છે. કોઈ કહે છે કે માસ્ક એક વાર વાપરીને ફેંકી દેવા જોઈએ. પણ આ ડિસ્પોઝેબલ માસ્ક થી પર્યાવરણને કેટલું નુકસાન થાય છે એ વિચાર પણ કરવો જોઈએ ને? […]

#418 Dildan Gadhvi

August 27, 2020

હાસ્ય એ સર્વશ્રેષ્ઠ દવા છે, દુઃખ દૂર કરે, તકલીફ દુર કરે, તમારી આજુબાજુનું વાતાવરણ અને લોકોને હસતા રાખે, ઇમ્યુન સિસ્ટમ વધારે, બોડીને રિલેક્સ રાખે અને બધાથી વિશેષ, ફ્રી અને સરળ રીતે ઉપલબ્ધ છે. મારુ નામ દિલદાન ગઢવી, ગઢવી પુત્ર એટલે સાહિત્ય અને કલા ગળથુંથીમાં જ મળેલા, જરૂર હતી માત્ર અભિવ્યક્તિની. સામાન્ય રીતે તમે ચારણ પુત્રને […]

#416 Ram Mandir made of Gold, for Ayodhya

August 9, 2020

રામમંદિરનો મુદ્દો તો આજે વર્ષોથી ગવાય છે અને હજી પણ એમાં કંઈક ને કંઈક નવું ઉમેરાતું જ રહે છે. એમાં રાજકોટનો ફાળો શું? આપણે સૌ જાણીએ છે કે રાજકોટથી સોના-ચાંદીની ઈંટો રામમંદિર માટે અયોધ્યા મોકલાયેલી, ક્યારેક તો રાજકોટના આ વૈભવ પર ગર્વ થાય છે. અને આમ પણ રાજકોટનું ઝવેરી બજાર તો ફેમસ છે જ, દેશ […]

#415 Chocolate Ganesha Workshop

August 5, 2020

વાચકો તરફથી દર વખતે મળતા અખૂટ પ્રેમને કારણે જ Faces of Rajkot પર આ ત્રીજી વખત આવવાનુ બન્યું છે.   લોકો મને ચોકલેટ ગણપતિના આવિષ્કાર માટે ઓળખે છે. મે 10 વર્ષ પહેલાં – ચોકલેટ ગણેશ, દૂધમાં વિસર્જન અને પરિણામી ચોકલેટ દૂધનું પ્રસાદ તરીકે વિતરણ – કોન્સેપ્ટ ની શરુઆત કરી હતી. ત્યારથી મેં સેંકડો મૂર્તિઓ બનાવી […]

#414 Anil Bhatt, Teacher turns Vegetable vendor

August 3, 2020

આ મહામારીએ ઘણી જિંદગીઓ બદલી નાંખી, કોઈ રાતોરાત રસ્તા પર આવી ગયું તો કોઈ રાતોરાત હીરો બની ગયા. એવું જ કંઈક મારી જિંદગીમાં પણ બન્યું.   અનિલ ભટ્ટ, 25 વર્ષથી રાજકોટમાં અંગ્રેજી ભણાવું છું અને એક પ્રાઇવેટ શાળાનો પ્રિન્સિપાલ છું પરંતુ કોરોનાને કારણે બધી આવક ઠપ્પ થઇ ગઈ. થોડો સમય તો ચાલ્યું પણ પછી તંગી […]

#412 Nishil Savla and library

May 16, 2020

સવારનાં ઉઠીયે ત્યાંથી નેગેટિવ સમાચારો શરુ થઇ જાય છે તે છેક રાત્રે પથારીએ પડીયે ત્યાં સુધી સતત આપણા મગજ પર ધબધબાટ પડતા જ રહે છે. કોઈ ટીવી જોવાનું બંધ કરે તો મોબાઈલમાં શરુ થઇ જાય અને જો મોબાઈલ મૂકે તો પડોશી આવીને મમરો મૂકી જાય. સમાચાર સામે કોઈ તકલીફ નથી પણ નેગેટિવ સમાચારો જે હંમેશા […]

#411 Corona Warriors, Nasrin Belim

May 10, 2020

બહુ થયું? મકરજના તબ્લીગી સમાજના સમાચાર કે વધતા જતા કોરોના ની વાત વાંચીને થયું કે ભાઈ બહુ થયું હવે અને પછી સોશિઅલ મીડિયા પર જે પવન ફૂંકાયો, આમ કરી નાખો ને તેમ કરી નાખો. ઘરના પલંગ પર ચાદર પણ સરખી ન કરી શકનારાઓ કે સોફા પર સીધા ન બેસી શકનારાઓ મોદી અને યોગીજીને સલાહો આપવા […]

#410 Corona Warriors and their Drone

May 7, 2020

આ વાઈરસ સામે લડતા લડતા અનેક મેડિકલ સ્ટાફ પણ સંક્રમિત થયા હોય એવા સમાચાર આપણે જોઈએ જ છીએ ઉપરાંત રાજકોટ પાલિકાવાળા દવાનો છંટકાવ, સફાઈ માટે કામદારો પણ રોકે છે જો એને ચેપ લાગી જાય તો સફાઈ કોણ કરે? રાજકોટ એક ગંધાતા ઉકરડા સમાન બની જાય અને ગટરો ને શેરીઓ રોગ અને કચરાથી ઉભરાવા માંડે. એવો […]