#259, Ankit Galani, An engineer and a painter

By Faces of Rajkot, October 3, 2016

જેમ ઉપરવાળાએ મેઘધનુષનાં  નામે પાવન માદળિયું આભે બાંધ્યું છે એમ મારુ મન પણ રંગોની રમઝટમાં અટવાયેલું છે.
આ વર્ષે આર.કે.યુનિવર્સિટી થી એન્જીનીયર બન્યો પણ નાનપણથી જ ચિત્રો દોરવાનો શોખ અને માં તરફથી વારસામાં મળેલા મોરના ઈંડાની આવડત, આ ત્રણેયનો ત્રિવેણી સંગમ થયો અને મેં બનવ્યા 3ડી ચિત્રો.

આબેહૂબ અસલી લાગે એવા માર 3D ચિત્રોની દુનિયાને આગળ લઇ જઈશ , ઈચ્છા છે કે દુનિયાનાં બધા અજૂબાને 3ડી માં કંડારું બસ તમે જોતા રહી જાવ. કોઈ દિવસ મારા મશહૂર ચિત્રો નીચે અંકિત ગલાની સાથે “રાજકોટ” લખેલું જોશો તો તમે પણ રંગાઈ જશો…

14551082_1238541872832564_2092920393_o