#350 Dharmrajsinh Vaghela and traditional paaghdi

June 17, 2018

શૌર્ય, ખુમારી અને આબરૂનું પ્રતીક પાઘડી આ પાઘડી માથું ઉતારી લે અને સમય આવે માથું આપી પણ દે. ભારતનો ભવ્ય ઇતિહાસ એનો સાક્ષી છે. આવા જ હરતા-ફરતાં પાઘડીના ઇતિહાસ જેવા રાજકોટના ધર્મરાજસિંહ જયવીરસિંહ વાઘેલા.   પાંચ વર્ષનો હતો હતો ત્યારથી પાઘડી અને અને સાફા બાંધતા શીખી ગયો. કેટકેટલા એવોર્ડ અને વિક્રમો સર્જીને દેશ પરદેશના રાજા-રજવાડાનું […]

#349 Swimming couch Vipul Bhatt and training of special children

June 3, 2018

કુળદેવી ચામુંડા માતાજી પર અપાર શ્રદ્ધા અને ચાલીને ચોટીલા જવું એવી ઈચ્છા. 35 વર્ષની ઉંમરે 55 km ચાલવું એમાં શું મોટી વાત? અને એ પણ જે રોજ સ્વિમિંગ કરતો હોય અને પૂરતી કસરત થતી હોય એની માટે તો રમત વાત કહેવાય ને? પરંતુ રસ્તામાં એક પગ જાણે ખોટો થઇ ગયો. કાંટા ખુંચાડો કે ચીટીંયો ભરો […]

#348 Divyang Modi & The Dimension Disrupter

May 27, 2018

જો તમને ભૂતકાળમાં જઈને તમારી કોઈ ભૂલ સુધારવાનો મોકો મળે તો? અથવા તો ભવિષ્યમાં ડોકિયું થઇ શકતું હોય તો? આવી વાત તમે અંગ્રેજી ફિલ્મો કે પછી નવલકથાઓમાં જોઈ કે વાંચી હશે, પરંતુ, ભારતમાં પ્રથમવાર ટાઈમ ટ્રાવેલ કોન્સેપટ પર આધારિત કાલ્પનિક નોવેલ સૌપ્રથમ રાજકોટના નામે બોલે છે.   દિવ્યાંગ મોદી, હજી તો 12માં ધોરણમાં હતો ત્યારથી […]

#347 Dr. Amish Joshi

May 20, 2018

તમે તમારો બાયોડેટા બનાવ્યો હશે તો વધુમાં વધુ કેટલા પેજનો બને? કોઈ સામાન્ય છાપું લેવા જાવ 12 થી 14 પેજનું હોય. પરંતુ, અમિષભાઈનો બાયોડેટા કાયદેસર 25 પેજનો. વાંચતા જ મને તો ચક્કર આવી ગયા તો પછી એ 25 પેજમાં એક એક લાઈન પર કેટકેટલી મહેનત લાગી હશે?   અમીષ જોશી, પિતાથી અલગ થયા બાદ માતા […]

#346 Heenaben Vora

May 6, 2018

સ્ત્રીને પુરુષ સમોવડી થવા માટે કોઈ સાબિતીની જરૂર છે? અને બરાબરી પણ કોની જોડે કરવી જેને એક સ્ત્રી એ જ જન્મ આપ્યો છે એની જોડે?   આમ જોવા જઈએ તો લંકાપતિ રાવણને રાજા રામચંદ્રજીએ વાનરસેના સાથે લઈને હરાવ્યો હતો પરંતુ સીતા માતાએ એ એકલા હાથે રાવણને બહુ પહેલા જ અશોકવાટિકામાં પોતાના દ્રઢ મનોબળથી હરાવી દીધો […]

#345 Abhijeet Mehta

April 22, 2018

ખેડૂતનો દીકરો ખેતી કેમ નથી કરતો? દોષ કોને આપવો, આપણી એજ્યુકેશન સિસ્ટમને? શિક્ષકોને માત્ર અને માત્ર ભણાવનુ જ રાખીએ તો? એમને બીજા કામો જેવા કે વસ્તી ગણતરી, ચૂંટણીલક્ષી ડ્યુટી, પોલિયો ડ્રોપ્સ, જેવી આડકતરા કામોમાંથી મુક્તિ અપાવીએ તો કદાચ એ લોકો બાળકોને ભણાવવામાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે. રાત્રે રાત્રીશાળામાં ભણાવીને સવારે એ તમારા બાળકોને કેવી […]

#344 Mitalben Patel and lagn geet

April 16, 2018

ભેંસાણ તાલુકાના નાના એવા ચૂડા ગામની એક છોકરી ઓલઇન્ડિયા રેડીઓ પર ગુજરાતી લોકગીતો સાંભળીને થનગની ઉઠતી. પરંતુ, ગામડાને એની મર્યાદા હોય છે અને વણલખ્યા નિયમો પણ કે છોકરીએ આટલી સીમાથી આગળ ન જવું. નસીબને તો કરવટ લેવાની આદત છે જ અને લગ્ન કરીને હું રાજકોટ આવી.   ઘરકામ કરતી વખતે હું તો લોકગીતો અને ગરબા […]

#343 Tushar Jivani and his journey of weight loss

April 9, 2018

116 કિલોનું શરીર અને 48 ની કમરનો ઘેરાવો લઈને ગિરનાર ચડવા ગયા, દસ હજાર પગથિયાંમાં ખાલી હજાર પગથિયાં થયા ત્યાં સુધીમાં તો હાથ જોડી ને ઘૂંટણ ટેકવી દીધા કે હવે આગળ નહિ જવાય. પણ અંદરથી લાગી આવ્યું. મેડિકલ ફિલ્ડમાં મેડિકલ રિપ્રેઝન્ટેટિવ છું એટલે મુસાફરી કરવી પડે પરંતુ જયારે બસ કે ટ્રેનમાં બેઠા હોય તો બાજુવાળા […]

#342 Rupal & Manish Rathod & Mango People Parivar

April 1, 2018

ફેસિસ ઓફ રાજકોટમાં આપણે એવા ચેહરાઓ જોઈ ગયા જે રાજકોટની ઝુપડપટ્ટી વિસ્તારોમાં એડયુકેશન અને શિસ્તપાલન નું કામ કરે છે. પણ, એમાંય ચાર ચાસણી ચડીને અલગ કરવું હોય તો? તદ્દન ખોટું છે કે માણસ હાથે આવે છે અને ખાલી હાથે જાય છે, માણસ તો “ભાગ્ય” લઇ ને આવે છે અને “કર્મ” લઇ ને જાય છે.   […]

#341 Jigar Thakkar

March 25, 2018

 તમને તરતાં આવડે? સ્વિમિંગ પૂલમાં જ નહિ દરિયામાં પણ? અને જો તમારાં શરીરના બધાં જ અંગો સંપૂર્ણ સક્ષમ ન હોય તો તમે સ્વિમિંગ પૂલમાં પણ જાવ ખરાં ?   રાજકોટનાં જિગર ઠક્કરનું જિગર ખરેખર ગજ્જબનું છે. એટલેજ તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “મન કી બાત” માં જિગરનું ઉદાહરણ આપેલું અને કહેલું કે સેરેબ્રલ પાલ્સી ના […]

#340 Malini Shah and Manjul

March 18, 2018

136 બાળકોની મંજુલ માતા એટલે માલિની શાહ. મંજુલ એ માલિનીનો બીજો પરિવાર.   માલિની, ગોલ્ડ મેડાલીસ્ટ ઈન એમ.બી.એ. અને રાજકોટની પ્રખ્યાત એસ.એન.કે. સ્કૂલમાં નોકરી કરે. લગ્ન પછી પોતાની દીકરીની સારસંભાળ માટે નોકરી અને કેરિયર છોડી દીધાં. પણ, મનમાં હંમેશા કશુંક ખૂટતું હોય એમ લાગે, કંઈક અધૂરું લાગે કે ભણ્યા ગણ્યા પણ કંઈક કરી છૂટવાની અદમ્ય […]

#339 Ashwinbhai Mehta and Cancer Awareness

February 25, 2018

“ઘાયલની ગત ઘાયલ જ જાણે” એ તો જાણે જૂનું થયું, અશ્વિનભાઈ મહેતા રાજકોટ માટે કૈક નવું લઇ આવ્યા. “ઘાયલની ગત સૌ જાણે તો કાંઈક શીખે”   ઊનાની સરકારી નિશાળમાં સરકારી માસ્તર, પાન ગુટખા, તમ્બાકુ સાથે જવાનીના દિવસોની જમાવટ. એ જમાવટ ગળા અને જડબામાં જમા થઇ અને થઇ ગયું કેન્સર. ગળાની ગાંઠ અને અડધું જડબું કાઢીને […]

#338 Dr Ujjwalkumar Trivedi

February 18, 2018

માત્ર 14 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી દીધી. તરુણાવસ્થામાં પ્રવેશતાં એવું લાગે કે જાણે આખી જમીન અને આકાશ આપણા હાથમાં છે પણ મુઠ્ઠી ખોલીયે ને ખાલી રાખ હાથ લાગે એવું લાગ્યું. મમ્મીએ પપ્પાની નોકરી જ નહિ પરંતુ જીવનમાં પણ એમનું સ્થાન લઇ લીધું. મને ભણવામાં કોઈ કચાશ ના રહે એનું ખાસ ધ્યાન રાખતા.   આ […]

#337 Vrunda Nathwani

February 11, 2018

રાજકોટની નમણી નાગરવેલ વૃંદા નથવાણી રંગમંચ ક્ષેત્રે ઘણો રંગ જમાવે છે. બાલશ્રી એવોર્ડ નોમિનેશન, ક્લાસીકલ ડાન્સ, નાટક, નેશનલ લેવલ પર કવિતા માટે જાણીતી છે. પ્રથમ નાટક “દેવી પીછું” માં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીતી ગઈ. એ પછી ચીતરેલા મોરનો ટહુકો, માણસ હોવાનો ડંખ, ઢેનટેણેન , સપનું છાનું છપનું, મન માનવ અને મર્યાદા, પથારી ફરી ગઈ, ઉછીનો […]

#336 Sachinbhai Joker

January 28, 2018

તમે જોકર તો જોયો જ હશે ને?”   ક્યારેક ટીવી પ્રોગ્રામમાં ક્યારેક કોઈ લાઈવ શો માં કે પછી કોઈ ફન્કશનમાં. હાસ્યાસ્પદ નાટક અને એક્ટિંગ કરતો હસતો હસાવતો ઘણી વાર જોયો જ હશે.   પરંતુ, એ હાસ્યની પાછળ જોયું છે? જયારે એ એના પચરંગી કપડાના લાંબા મોટા ખિસ્સા બહાર કાઢી ને હસાવે છે ત્યારે એના મનમાં […]

#335 Vishnubhai and his selfless service

January 21, 2018

વિષ્ણુભાઈ, રાજકોટનું એવું ઘરેણું કે એનું કામ જોઈ ને ભલભલા હાથ જોડી જાય. જાતે રાજગોર બ્રાહ્મણ પણ ગાંડા -ઘેલા લોકોને વ્હારે દોડી જાય. કોઈ પણ ક્યારે પણ ફોન કરે કે જાણ કરે એટલે એક ક્ષણ પણ ગુમાવ્યા વિના મદદે દોડે. એની નાત -જાત પૂછ્યા કે જાણ્યા વિના એના મળમૂત્ર સાફ કરે. નવડાવે, કપડાં બદલી આપે, […]