#129, Mahoram

By Faces of Rajkot, October 24, 2015

We were very curious on why we celebrate Mahoram so we went to meet Imaam Saheb Haji Muhammed Hanif at Matva Maszid of Rajkot. And here’s what he told us.

આશુરા એ ઇસ્લામી નવા વર્ષ ના મોહરમની દસ મી તારીખ ને કેહવામાં આવે છે. ઇસ્લામી ઇતિહાસ નો દ્રષ્ટિ એ ખુબ મહત્વ ધરાવતો દિવસ છે. ઇસ્લામ ના પ્રથમ પયગંબર હજરતે આદમ થી શરુ કરીને ત્યારબાદ આવેલા અનેક પયગમ્બરોને અલ્લાહ પાકે આ દિવસે પોતાની ખાસ રહમત (કૃપા) થી નવાજીસ કરેલા અને ઇસ્લામ ધર્મ ના અંતિમ પયગંબર હજરત મોહમદ સલ્લાલાહો ત્યાલા અલ્વતે વ સલ્લમ ના નવાસા ની સહાદત ને કારણે આ દિવસ ની મહત્વતા વધારે ખ્યાતી પામી છે.

ઇસ્લામી સલ્તનત ના છઠા ખલીફા (શાસક) હજરતે અમીરે મુઆવિયાહએ પોતાની જિંદગી નો અંતિમ ઘડીમાં પોતાના પુત્ર યઝીદ ને ઇસ્લામી હુકુમત ની બાગડોર સોંપી.પરંતુ હજરતે અમીરએ મુઆવીયાહ ના અવસાન બાદ યઝીદે પોતાના બાપની તમામ સલાહો ને અવગણી ને પોતાની મરજી મુજબ સાશન કરવા માંડ્યું, જેમાં નમાઝો ને પડતી મુકવી, સગા ભાઈ બહેનોના નિકાહ યોગ્ય ગણવા, શરાબ ને માન્યતા આપવી , જેવી અનેક બદીઓ ફેલાઈ ગઈ. જેથી કુફા જે ઇસ્લામી હુકુમત ની રાજધાની હતી ત્યાના લોકો એ યઝીદ ની આ હરકતો થી તંગ આવી ને મદીના સરિફ માં વસવાટ કરી રહેલા પયગંબર ઇસ્લામ ના નવાસા (દોહિત્ર) હજરતે ઈમામ હુસૈન ને અનેક પત્રો લખીને કુફા આવવા અને ઇમામત ( ખરા અર્થ માં ઇસ્લામી વ્યવસ્થા) કરવા વિનંતી કરી અને યઝીદ ના ઝુલ્મો સિતમ થી બચાવવા વિનંતી કરી. જેથી હજરતે ઈમામ હુસૈને એ લોકો ની વિનંતી ખરી છે કે કેમ તેની તપાસ માટે પોતાના પિત્રાઈ ભાઈ ને કુફા મોકલ્યા , જયારે તેમના પિતરાઈ ભાઈ કુફા પહોચ્યા તો ત્યાં લોકો એ તેમની સાથે સારું વર્તન કર્યું, જેથી તેના પિતરાઈ ભાઈ એ પત્ર દ્વારા કુફા ના હાલ સારા હોઈ ઈમામ હુસૈનને કુફા આવવા પત્ર લખી મોકલ્યો. જેથી હજરતે હુસૈન કુફા જવા પોતાના પરિવાર તેમજ વફાદાર સાથીઓ સાથે (લગભગ ૮૦ લોકો નો કાફલો) જવા રવાના થયા.

કુફા ના લોકો હજરત હુસૈન નો સાથ આપી રહ્યા હોવાની ખબર યઝીદ ને મળતા તેણે પોતાના લશ્કર દ્વારા ઈમામ હુસૈન ના પિત્રાઈ ભાઈ તેમજ તેના બે પુત્રો ને કુફા માં શહીદ કરી નાખ્યા, અને ઈમામ હુસૈન જે કુફા પહોચવાની ત્યારી માં હતા તેમને ૨૨૦૦૦ ના લશ્કર થકી રસ્તામાં ઘેરી તેમના અન્ન પાણી બંધ કરી તેમને લડવા અથવા યઝીદની તાબેદારી કુબૂલ કરવા દબાણ આપવા માંડ્યું. અંતે સત્ય ના સાથી એવા ઈમામ હુસૈને અસત્ય ને કબુલ કરવાને બદલે અસત્ય સામે લડવાનું પસંદ કરી પોતાના ૭૨ સાથીઓ સાથે મળી ને યઝીદ ની ફૌજ થી અહિંસા ની જંગ કરી પોતાના પ્રાણો ની કુરબાની આપી હમેશ ને માટે જીવંત રેહનારા લોકો માં ( શહીદો માં) સામેલ થય ગયા.

જેથી હવે આસુરા એ ખરેખર ઈમામે હુસૈન ની યાદ માં મનાવતો દિવસ છે, જેમાં આ કાર્યો કરવા એ સવાબ (પુણ્ય) નું કામ છે.સારા કપડા પહેરવા, નમાઝો પઢવી, નાખ કાપવા, ખુશ્બુ તેમજ સુરમો લગાવો યતીમો ના સર પર હાથ ફેરવ્વવો, પોતાના બાળકો માટે સારું ખાવાનું બનાવવું, કબ્રસ્તાન જવું , મુસલમાનો માં આપસ માં સુલેહ કરાવવી વગેરે.

આશુરા ના દિવસે અનેક વિસ્તારો માં તાજીયા પર મન્નતો કરવી જે પ્રચલિત થય છે તે યોગ્ય નથી, કારણકે તેમાં જે બાબતો જોવા મળે છે , તે ઇસ્લામ ના રીવાજો સાથે કોઈ પણ રીતે સુસંગત નથી થતી.ઇસ્લામ ના ધર્મગુરુઓએ આ બાબત ને સંપૂર્ણ અયોગ્ય ગણાવી છે. ( કરબલા શહેર, જે ઈરાક દેશ માં છે ત્યાં ઈમામ હુસૈનનો મઝાર છે. જો તેની સંપૂર્ણ પ્રતિકૃતિ બનાવવામાં આવે તો તેની સામે કોઈ વાંધો નથી.)