#314, Saurabh Gadhvi, Drummer with only one hand
By Faces of Rajkot, July 26, 2017
અગણિત આકાંક્ષાઓના મૃગજળ વચ્ચે તરસ છીપાવવાની હોડ એટલે જીવન…”
જયારે ડોક્ટરે જયશ્રીબેનને એમનો પુત્ર એમના ખોળામાં આપ્યો તો જયશ્રીબેનનાં અરમાનો તાસના પત્તાંના મહેલ માફક વિખરાય ગયો. કેલ્શિયમની ખામીને કારણે ખભા પછીનો હાથ જ નોહ્તો. જયશ્રીબેન અને દિનેશભાઇ ગઢવીના એવા અરમાનો હતા કે એમનો દીકરો મોટો ડ્રમર બને.
કોઈ પણ કામ કરવા માટે હામ કોઈએ હાથ નહિ, સૌરભ ગઢવી એ આ વાત પુરવાર કરી આપી. એક હાથ ના હોવા છતાં, પોતાના કામ જાતે કરવા, સાઇકલ પર જાતે એકલા કોલેજ જવું, બધું જ પોતાની રીતે કરી લે છે આપણે શાયદ શર્ટનાં બટન પણ એક હાથે બંધ ના કરી શકીયે પરંતુ, સૌરભ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ડ્રમ વગાડે છે એ પણ નોન સ્ટોપ 3 કલાક સુધી.
નાનપણથી જ સૌરભના પિતા દિનેશભાઇ એ એને તબલા, ઢોલ અને ડ્રમની તાલીમ આપવાની શરૂઆત કરી દીધેલી, હાથ ના હોવાની બાબત તો જાણે સૌ ગૌણ હોય એવી રીતે જ સૌરભની એક સામાન્ય બાળક તરીકે ઉછેર થયેલો. ગરબા અને સોલો પ્રોગ્રામ સૌરભની માસ્ટરી છે. એટલું જ નહિ ભણવામાં પણ અવ્વલ રહેતો સૌરભ આજે રાજકોટના લોકો માટે આત્મવિશ્વાસનું અદભુત ઉદાહરણ છે.
Saurabh Gadhavi
Check him plying drums… 1. https://www.youtube.com/watch?v=9F9z16dX4j8 , 2. https://www.youtube.com/watch?v=tyl2BGiTw4Y
— with Saurabh Gadhavi.
Related
Recent Comments