#157, Shubham Ambani

By Faces of Rajkot, December 28, 2015

સ્વપ્ન જોવા અને તેને પુરા કરવા માં જમીન આસમાન નો ફર્ક હોય છે. મેં તો એક નહી  પણ, અનેક સપનાઓ ની ખેતી કરેલી. એમાંથી થોડા કરમાયા, થોડા ખીલી ઉઠ્યા ને થોડા અર્ધા ઉગ્યા. સપના નું પેહલું વાવેતર મેં આ વર્ષ ની શરૂઆત માં કર્યું હતું.January 2015 માં જયારે મારવાડી કોલેજ માં Synergy ઇવેન્ટ  થયેલી, ત્યારે મેં પણ ભાગ લીધેલો એક્ટિંગ માટે ની સ્પર્ધા માં જેમાં મારો ત્રીજો નંબર આવ્યો।. આ સ્પર્ધા થી મારો ઉત્સાહ બમણો થઇ ગયો.

મેં જાતે વાર્તા લખવાનું સારું કર્યું અને મારી પ્રથમ વાર્તા “જીવન કવિતા” ખુબજ વખણાઇ।.ત્યારબાદ મેં એક્ટિંગના વર્ગો માં જવાનું શરુ કર્યું અને ઘણું બધું શીખ્યો।.મેં નાટકો લખ્યા, ડીરેક્ટ કર્યા અને અભિનય પણ કર્યો. મારા નાટક ને બાલભવન ની સ્પર્ધા માં પ્રથમ પુરસ્કાર મળ્યો સાથે-સાથે મને બેસ્ટ એકટર અને બેસ્ટ ડાઇરેકટર નો પણ એવોર્ડ મળ્યો.

જો તમારામાં કાબેલિયત હોય તો રાજકોટ માં કામ ની કોઈ કમી નથી. મારી કાબેલિયત જોઈ ને મને અબતક ચેન્નેલ માં એન્કરીંગ કરવાનો મોકો મળ્યો. સાથે સાથે મેં મારા બ્લોગ લખવાની સરુઆત કરી અને આજે ઘણા લોકો મારા બ્લોગ્સ વાંચે છે અને વખાણે પણ છે.

મારા શોખ, મારા સપના કોઈ એક વસ્તુ કે વ્યક્તિ પર અટકી નથી જાતા. મેં વેબ સાઈટ ડેવેલોપમેટ પણ શરુ કર્યું છે અને ભણવાનું પણ ચાલુ રાખ્યું છે. આમાંથી એક પણ શોખ ને મેં છોડ્યો નથી. આજે પણ હું એક્ટિંગ કરું છુ, નાટક લખું છું, એન્કરીંગ  પણ કરું છું અને વેબસાઈટ, બ્લોગ્સ પણ ચાલુ છે.

ભાઈ આતો રાજકોટ છે, એક વસ્તુ થી મને સંતોષ નથી. મારે તો બધું જીવી જાણવું અને બધું માણી જાણવું.