#161, Dharesh Shukla, an Actor and an upcoming Director, Writer

By Faces of Rajkot, January 6, 2016

#161

ધારેશ શુક્લા

નામ મુજબ ધાર્યું એ કરવાની વાત , હમેશા જે ધાર્યું એ જ કર્યું છે.

૨૦૦૬ થી “જાણતા  રાજા” નાટક થી થીએટર માં સ્ટ્રગલ શરૂ કરી. ગુજરાત રાજ્ય સંગીત અને નાટક એકેડમી દ્વારા વર્કશોપ માં પણ એક્ટિંગ શીખ્યો અને ફક્ત નાટક જ નહી Anchoring પણ સારું કર્યું.સાથે સાથે ભણવામાં પણ University માં ૫ સેમ. B SC.IT માં સારો રેન્ક આવ્યો.

“પ્રયાસ” NGO માટે Health અને Hygiene વિશે જાગૃતિ અપાવવા નાટક લખ્યું અને દિગ્દર્શિત કર્યું જે AIR અને દૂરદર્શન દ્વારા લોકો સુધી પહોચ્યું. No To Plastic , Child Helpline જેવા વિષયો પર રાજકોટ માં events કરી, શેરી નાટક કર્યા, સાથે સાથે Govt નોકરી માટે મેહનત કરતા અચાનક GEB વાપી માં નોકરી મળી. વાપી આવતાજ મેં નાટક માટેની તૈયારી શરૂ કરી. GUVNL ની નાટક સ્પર્ધા માં ૨૦૧૪ માં શ્રેષ્ઠ નાયક નો પુરસ્કાર મળ્યો અને આજે ખુદ ની નાટક અને ટુકી વાર્તા બનાવું છું. અને Vapi Today News માં પણ news writer અને Anchor તરીકે ફરજ બજાવું છું. સાથે સાથે NanaPondha અને Kaprada ના આદિવાસી લોકો ને અલગ અલગ વિષયો પર જાગૃત કરું છું. રાજકોટ ની મારી માતૃ સંસ્થા કલાનિકેતન, કલાદર્પણ, અને Bharat Yagnik theater therapy સાથે હજી પણ નાટકો કરું જ છું. અને હવે તો નાટકો લખવાની પણ શરુઆત કરી છે.

મને ગુજરાતી માટે ખુબજ પ્રેમ છે, અને ગુજરાતી માંજ બોલવાનો આગ્રહ રાખું છું. કારણકે ગુજરાતી છીએ તો ગુજરાતી જ બોલીએ ને.

લોકો ને મારે એકજ વાત કહેવી છે, તમે જે ધારો છો એની પાછળ લાગ્યા રહેશો તો સફળતા તમારીજ હશે.