#350 Dharmrajsinh Vaghela and traditional paaghdi

By Faces of Rajkot, June 17, 2018

શૌર્ય, ખુમારી અને આબરૂનું પ્રતીક પાઘડી આ પાઘડી માથું ઉતારી લે અને સમય આવે માથું આપી પણ દે. ભારતનો ભવ્ય ઇતિહાસ એનો સાક્ષી છે. આવા જ હરતા-ફરતાં પાઘડીના ઇતિહાસ જેવા રાજકોટના ધર્મરાજસિંહ જયવીરસિંહ વાઘેલા.

 

પાંચ વર્ષનો હતો હતો ત્યારથી પાઘડી અને અને સાફા બાંધતા શીખી ગયો. કેટકેટલા એવોર્ડ અને વિક્રમો સર્જીને દેશ પરદેશના રાજા-રજવાડાનું સન્માન પણ પ્રાપ્ત કરેલ છે. એ તો ઠીક પણ, પણ બધા જ રાજાઓ ના પણ રાજા, સોમનાથ શિવલિંગ પર વિશ્વની સૌથી મોટી પાઘડી પહેરાવવાનો વિક્રમ અને સન્માન મળ્યું છે. વટ અને આબરૂની વાત હોય ત્યાં પાઘડીનું આગવું સ્થાન રહેલું છે.

 

રાજકોટના વોટસન મ્યુઝયમમાં પાઘડીનું પ્રદર્શન કરેલું ત્યારે વિવિધ એસ્ટેટના રાજા-રજવાડાં મુલાકાતે આવેલા, રાજકોટના યુવરાજ માંભાધાસિંહ કુંવર જયદીપસિંહ, ગાયકવાડ સ્ટેટથી કુંવર જીતેન્દ્રસિંહ, લાઠીના ઠાકોર, વાણોદના કુંવર મલિક, દેવગઢ જૂનાગઢથી સાહેબજાદા મુજ્જરમિલખાન બાબી, ડાંગીયા પાલનપુરથી તૌસીદખાન સિંધી,વીરાવાળા બાબરા સ્ટેટ વસીમ તોમર સૌ કોઈ એમના પરિવાર સહીત પધારેલા. કેટલાક રાજવીઓએ એમની પારંપરિક પાઘડી પ્રદર્શનમાં આમ જનતાને જોવા માટે પણ મૂકી.

 

300 થી વધુ પ્રકારની પાઘડીઓ પર સંશોધન કર્યું છે અને તમને જાણીને નવાઈ લાગશે માત્ર કાઠિયાવાડમાં જ 50 જુદી જુદી જાતની આંટાળી પાઘડીઓ પહેરાતી. પાઘડી ઉપરથી માણસની રહેણી-કરણી, ખાનદાન અને ખાનદાની મપાઈ જતી. પાઘળની, સાફા, પાઘ, અંટાળી, ફગ, મેવાડી, મારવાડી, રજવાડી, પેશાવરી, દસ્તર, પેંચા,પેટા એવી અનેક જાતના પ્રકાર છે અને એની અંદર પણ અલગ અલગ પેટાપ્રકાર હોય છે જેમ કે રાજા માટે અલગ, સેનાપતિ માટે અલગ અને દરેક ના હોદ્દા અનુસાર એમાં ચિહ્નો પણ મુકાય છે. જેનાથી પાઘડીને આગવી ઓળખ મળે છે. માત્ર શીખવું જ નહિ પરંતુ આ કલાને જીવંત રાખવા માટે બીજાને પણ શીખવું અને કેટલાય વર્કશોપ કરી ચુક્યો છું, સારા પ્રસંગોમાં લોકોને પાઘડી સાફા બાંધી આપું. ભાગ્યની સાથે મેહનત પણ ખરી, આજે દુનિયાની કોઈ એવી પાઘડી નથી જેનો ખાલી એક માત્ર આગળની બાજુનો ફોટો જોઈને આગળ-પાછળ, અને બંને બાજુએ અસ્સલ એવી જ પાઘડી તરત જ પહેરાવી આપું. આ લુપ્ત થતી કલા પાછળ જીવનના 20 વર્ષો ખર્ચી નાંખ્યા છે અને જિંદગીમાં આ એક સૌથી મોટો અને અલાયદો જ શોખ મારી સાથે જ રહેશે.

 

રાજકોટના આ શિરોભૂષણ સમાન વ્યક્તિત્વને રાજકોટના સલામ.

 

— with Vaghela Dharmrajsinh Jayvirsinh.