#178, Ashwin Parmar, Saree vendor on streets of Rajkot

By Faces of Rajkot, February 17, 2016

આમ તો મે બીકોમ કર્યું છે અને હું એક કંપનીમાં નોકરી કરુ છું. એટલે મારે માટે રવિવારે એટલે આરામનો દિવસ. પણ પપ્પાની રેકડીથી થોડી વધુ કમાણી કરી લવ એટલે એની દવાનો ખરચો નીકળી જાય ને થોડાક બચે એટલે ઘરમાંય કામ લાગે.
 
મારા પપ્પા આ રેકડી લઈને દર રવિવારે સવારે ગુજરી બજારમાં સાડીઓ વેચવા માટે જાય. પણ છેલ્લા ચાર મહિનાથી એની તબીયત સારી નથી એટલે હું જાવ છું.
 
મને આવા ધંધો ક્યારેય નો ગમતો એટલે એમાં રસ લીધો નઈ. પણ હવે છુટકો નથી. શરૂઆતમાં તો મેં ખુબ ભગા કયરા પણ ધીરે ધીરે ફાવી ગયું. મને હવે મજા આવે છે. નવા નવા લોકો, પૈસા ઓછા કરાવવાની નવી નવી રીતો, પોલીસની હારે માથાકૂટ, વધારે વેચી ને વધારે પૈસા લઇ જાવાની ઉતાવળ… જિંદગી કેવી બદલાઈ જાય છે નય?