#182, Blanket seller in a flea market

By Faces of Rajkot, February 29, 2016

શિયાળો હોય કે ઉનાળો રાજકોટમાં ધાબળા વેચાય.
 
નથી માનતા? આ એહમદભાઇ છેલ્લા 30 વરસથી ધાબળા વેચે છે.
 
રાજકોટમાં જુદી જુદી 4 જગ્યાએ આવી ગુજરી બજાર ભરાય છે. રવિવારે આજી ડેમ પાસે, મંગળવારે લક્ષ્મીનગરમાં, બુધવારે હુડકોમાં અને શનિવારે કાલાવાડ રોડ પર.
 
સીઝનમાં એક ધાબળો 500-600 રુપિયાનો વેચાય અને પછી લગભગ 300 નો. કમાણીતો થાય છે પણ ઘણી વખત એમાંથી ધણા લોકો ભાગ પડાવી જાય છે.
 
નાનપણમાં હું મારા પપ્પા સાથે આવતો અને હવે મારો દીકરો પણ અમારી સાથે આવે છે. જો કે મને એમ છે કે એને ભણાવી ગણાવીને ક્યાંક સારી નોકરીએ રાખવી દેવો છે. મારે ઍકજ દિકરો છે. ઍને મારે આવા કામ નથી કરાવવા. ઈ કોઇ ઓફિસમાં મોટો ઓફીસર થાય અને સરસ જિંદગી જીવે ઍવી ઈચ્છા છે.