જયારે લોકો બીફ બેન, જે.એન.યુ. યુનિવર્સીટી કે પછી “ભારત માતા કી જય ” જેવા કોઈ નેતાના વિવાદિત ભાષણ ઉપર ચર્ચા કરતા હોય છે ત્યારે અમે બન્નેમિત્રો અમારું ઉદાહરણ આપીએ. મારું નામ રઝાક અને મારો જીગરજાન મિત્ર રમેશ. અમે દરેક તહેવાર ભેગા મળી ને જ ઉજવીએ છીએ. આજે 10 વર્ષોની દોસ્તીઅકબંધ છે જેને કોઈ નેતા નું ભાષણ, કોઈ કાયદો, ધર્મ કે કોઈ લવરમુછીયા છોકરા નું યુનિવર્સીટી નું ભાષણ તોડી ના શકે. કંઈ કેટલાય તોફાનો, ઝગડાઓ અનેબદલાતો સમય આજે પણ અમારી દોસ્તી ના ગઢ ની કાંગરી પણ નથી ખેરવી શકી.
રમેશ ના ઘરે સેવૈયા બને રમઝાન માસમાં અને મારા ઘરે ગણેશ ચતુર્થીનો લાડવો પણ બને. મારી બેગમ ને ડિલીવરી થવાની હતી ત્યારે તાત્કાલિક લોહી નીજરૂર પડેલી જે હાજર નોહતું. રમેશ ને ખબર પડતા લોહી આપવા માટે દોડી આવેલો. ઍણે ડોક્ટરને કહી દીધેલું કે, “સાહેબ, જરૂર પડે તો એક ટીપુય બાકી નોરાખતાં, ખેંચી લેજો તમતમારે જોઈએ એટલું પણ માં કે બાળક ને કશું ના થવું જોઈએ. મારી આંખોમાંથી ગંગા-જમુના વહેતી જોયને રમેશ તો ગળે વળગી પડ્યો.
સમય સૌનો સરખો ના હોય એમ એક વાર રમેશ ને ધંધા માં ખોટ ગઈ. એની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઇ ગઈ. પણ મારો દોસ્ત, એક વાર પણ ના બોલ્યો મનેઅને બોલે ને હું મદદ કરું તો હું દોસ્ત શેનો? અને એને બોલવાની જરૂર પડે ને હું એના બોલ્યા વિના સમજી ના શકું તો પણ દોસ્તી લાજે. સતત બે મહિના સુધીએનું આખું પરિવાર મારી સાથે રહ્યું. મારાથી બનતી મદદ કરી. રમેશ મારી સામે જોઈ ને હું હસું કે ભાઈ, આતો લોહી નો હિસાબ છે, એ પણ વ્યાજ, મુદદલ તોતારી દોસ્તી છે.
Recent Comments