#196, Old habits die hard

By Faces of Rajkot, April 5, 2016

સમય સાથે બધું બદલાય અને સારી સારી આદતો છુટી જાય પણ આ વાંચવાની આદત જતી નથી. આંખે બરોબર દેખાતું નથી પણ વાંચન છૂટતું નથી.

સવારે ચા નાસ્તો કર્યા પછી જ્યાં સુધી છાપુ નો વાંચી લઉં ત્યાં સુધી તો ચેન નો પડે. નાનામાં નાની ખબર પણ વાંચું। અને એ પણ વાંચવા ખાતર નહિ. દેશ દુનિયાની કોઈ પણ માહિતી તમારે પૂછી લેવી મને. રવિવાર ની પુરતીમાં તો મારો આખો દિવસ નીકળી જાય. થોડુક અંગ્રેજી ભણ્યા હોય તો વધારે વાંચવા ને સમજવા મળે. પણ જે છે એમાં પણ પુરતો સંતોષ છે.

બસ એક જ ઈચ્છા છે કે મારા દીકરો સમય કાઢી ને મને એક જોડી ચશ્માં બનાવડાવી દે. ભગવાન, એને સુખી રાખે.