જીંદગીના 70 વર્ષો મહારાષ્ટ્રમાં વિતાવ્યા. ત્યાંજ જન્મ્યા અને ત્યાંજ જીવ્યા. મારા એકના એક દીકરાની નોકરી અહી રાજકોટમાં લાગી એટલે આ વર્ષે રાજકોટમાં રહેવા આવી ગયા. શરૂઆત માં તો બહુ જ તકલીફ થતી કારણ કે અહી ની ભાષા ના આવડે, ના કોઈ મિત્રો ના કોઈ વાત કરવાવાળું. બહુ જ એકલું લાગે. પત્ની ના અવસાનને એક દશકો થઇ ગયો. રાજકોટ આવ્યા પછી તો જાણે શૂન્યાવકાશ વ્યાપી ગયો જીવનમા. મહારાષ્ટ્રમાં તો મારે મિત્રો ની ફોજ હતી. રોજ સવારે સાથે ચા પીતા, ફરવા જતા, દિવસ પૂરો થઇ જતો પણ અમારી વાતો ના ખૂટતી.
રોજ ચાલી ને રેસકોર્સ પર આવું, કોઈ સામે જુવે તો હસુ, એના માટે ક્યાં કોઈ ઓળખાણ કે ભાષા નું જરૂર પડે? થોડી વાર બેસી ને પાછો ચાલતો ઘરે જાઉં. જયારે પણ કોઈ 4-5 માણસો ને વાતો કરતા જોઉં તો મને મારા મિત્રો યાદ આવી જાય. એ પણ મને એટલુજ યાદ કરતા હશે નઈ ? ભાઈ આ તો જિંદગી કે ઝુરાપો?
Recent Comments