રાજકોટમાં એ જમાનામાં “પ્રેમ” નું તો નામ પણ ના લઇ શકાતું. જો ઘરમાં કોઈને ખબર પડે તો જીવ લઇ લ્યે. પણ, પ્રેમ તો ભાઈ તીર ની જેમ હૃદયની આરપાર નીકળી ગયું અને ખબર પણ ના પડી. મારા જ ગામના ટપાલી જોડે આંખો આંખોમાં ઘણી વાતો થઇ ગઈ. આંખોથી જ સાથે જીવવા મરવાના કોલ દેવાઈ ગયા. પણ બધું અદ્ધરતાલ. ના કોઈ કંઈ બોલે ના કોઈ સમજાવે. મારાં ઘરનાંએ મારા લગન બીજે નક્કી કરી નાખ્યા. ના જીવાય કે ના મરાય. હું એને એક જ વાક્ય બોલેલી, “મને લઇ જા”.
પણ, ભણેલા માણસોમાં હિંમત થોડી ઓછી હોય. એણે મને વાડીમાં મળવા બોલાવી. જીવ મુઠ્ઠીમાં લઇ ને હું તો મળવા ગઈ. મારાં લગન થાય એ પહેલાં એની ઈચ્છાઓ સંતોષવા માંગતો હતો. જેવો એને હાથ મારી છાતી તરફ લંબાવ્યો કે એજ હાથ બેવડ વાળીને મારાં હાથમાં પેરેલું નક્કર ચાંદીનું બલોયું ફટકાર્યું માથામાં. લોહીના ફુવારા છૂટ્યા ને માથું પકડી ને બેસી ગયો.
“ફટ્ટ રે બાયલા, હું તો મુછાળા મરદની પડખે જ શોભું.” એટલું બોલી ને ઘેર પછી વળી.
Recent Comments