દર રવિવારે ફન સ્ટ્રીટમાં જુદી જુદી રમતગમત રમવાની ખૂબ મજા આવી જાય છે. આજે હું ખૂબ ખુશ છું કારણ કે આજે આ લીંબુ ચમચી ગેમ જીતી ગયો. મને વિડીઓ ગેમ્સ કે પછી મોબાઈલ સાથે રમવું બિલકુલ પસંદ જ નથી. મને તો શેરીમાં મારા પાક્કા દોસ્તાર જોડે રમવું વધારે પસંદ છે. અમે સાતતાળી, સંતાકૂકડી ,થપ્પો, લખોટી, ખો ખો એવું બધું બહુ જ ગમે. હવે મારી સ્કુલમાં વેકેશન પડશે અને હું તો સવારથી સાંજ સુધી બસ રમતો જ રહીશ. નિશાળમાં પણ રમત ગમતમાં મારો નંબર આવે છે.
Recent Comments