હું છેક વાંકાનેરથી રાજકોટ માવો વેચવા આવું છુ. મને કૃષ્ણપ્રેમ એટલો છે કે સવાર સાંજ મન્ન અને દિલ માં એકજ નામ રહે છે. “ક્રીસના” સવારે 4 વાગે ઉઠી ને ગાયો દોવા બેસું ત્યારથી કૃષ્ણભજન અને પ્રભાતિયાં ગાઉ અને ખુશ રહું.
લોકો પૂછે કે,વાંકાનેરથી રાજકોટ અને સવારના 4 વાગ્યાથી રાત ના 10 વાગ્યા સુધી ની પ્રવૃત્તિ અને મારી ઉંમર મને થકવી નાખતી હશે! પણ હું એટલું જ કહું કે,”આભને આંબવા હાથ ઉઠાવું છું ક્યારેક તો આભને નીચું કરી આપે છે કોઈ”
Recent Comments