#206

By Faces of Rajkot, April 29, 2016

મારા જેવી બુઢઢીના ફોટા કાં પાડો છો? હું ક્યાં હીરોઇન જેવી દેખાવ છું? અમારા ફોટાતો હવે દીવાલે ટાંગવાના હોય.

કો’ક કે’તુતું કે તમારા જેવા અમારા ફોટા પાડી ને ફોરેનમાં વેચી દે છે. હેં એમાં તમને બવ પૈસા મળે?

એમને સમજાવતાં થોડી વાર લાગી કે એમનો ફોટો મારે રાજકોટને બતાવવો છે.