#207

By Faces of Rajkot, May 2, 2016

ઊભા રયો. આમ મારા એકલાનો ફોટો પાડો તો હું શું કરું છું એ કેમ ખબર પડે?

આ રહ્યું અખરોટ. હવે ફોટો લ્યો.

મારું નામ સુનીલ છે. તમારે કામ હોય તો પરાબજાર આવી જાજો. હું તમને અહીં જ મળીશ.

ભણવામાં બહુ રસ નહોતો અને પરિસ્થિતિ પણ એવી નહોતી કે ભણી શકાય એટલે ૧૦ ધોરણ ભણીને કામે લાગી જાવું હતું પણ ઉંમર નાની એટલે કોઈ નોકરીમાં રાખતાં નહીં. એકાદ વર્ષ ચા ની લારી ને એક બે હોટલમાં કામ કર્યું પણ હવે મને ૬ મહિનાથી અહીં નોકરી મળી ગઈ છે.

મારા શેઠને હવે મારા વગર નો ફાવે. અને મને પણ કામ કરવાની મજા આવે છે.