#208

By Faces of Rajkot, May 4, 2016

“અધુરો પ્રેમ” અને “પ્રેમની તડપ” કોને કહેવાય એ આ 12 વર્ષ ની નિશા ને પૂછો. નિશાને પુસ્તકો સાથે અતિશય પ્રેમ પણ, જયારે એ કોઈ પુસ્તક વાંચતી હોય અને અધવચ્ચે જ વેંચાય જાય ત્યારે એને ખુબ દુઃખ થાય. પણ જો પુસ્તકો વેંચાય નહિ તો સાંજે જમવું શું? નિશા સ્કૂલથી આવી ને એના પિતાને પુસ્તકો વેંચવા માં મદદ કરે છે. અને જયારે પણ સમય મળે ત્યારે તમને રોડની સાઇડ પર એ બુક વાંચતી જોવા મળશે. એક જમાનો હતો જયારે આપણને “ચાંદામામા”,”ચંપક”,”ફૂલવાડી” ,”ટ્વિન્કલ”,”ચકો-મકો”, “અકબર બીરબલ” વગેરે વાંચવામાં ખુબ આનંદ આવતો અને હવે મોબાઈલમાંથી સમય જ ક્યાં મળે છે કે કંઈ વાંચીએ..! નિશાને જોઇને આજે મને કેટકેટલી યાદો તાજી થઈ ગઈ.