#215, Mira and her photo

By Faces of Rajkot, May 21, 2016

“ઍ ભાઈ, મારો ફોટો પાડોને.”

મેં પાછળ ફરીને જોયું તો એક નાનકડી છોકરી હાથ માં દફતર જુલાવતી મારી સામે હસતી હતી.

“તારું નામ કે તો તારો ફોટો પાડું “

“મીરા”

“આ મો પર શું લગાવ્યું છે?”

“પાઉડર, મને તૈયાર થઇને નિશાળે જવું ગમે છે. રોજ તો કોઈ નથી આવતું પણ આજે કોઈ ભણાવા આવાનું છે એટલે મેં આજે સવાર થી નાહીધોઈને પાઉડર લગાવ્યો છે.

હું તો આ ચંચળ આંખો નચાવતી નાનકડી મીરાં ને જોઈ રહ્યો.

“આમ જોઈ શું રહ્યા છો? ફોટો પડી ને બતાવો ને મારે નિશાળે મોડું થાય છે”

ક્લીક!!! રેશમ જેવું સ્મિત, ભણવાની આશા, રાજકોટની ખુમારી, આજે શિક્ષક મળશે એની ખુશી બધું જ એક શોટમાં કેદ થઇ ગયું.