#217, Vinubhai, Sweeper on the streets

By Faces of Rajkot, May 25, 2016

This story is a must read for anyone with kids and anyone who was a kid. Today,

I was just walking down the streets of Para Bazar on a Sunday morning for photography and I saw a sweeper was resting on a bench after a tiring work. He was in some deep thinking and I could see something trying to burst out from corners of his eyes. I sat next to him and he was disturbed. He smiled at me and said, “Long day”. I put my hand on his shoulder and said, “Tell me, I am listening”

I am Vinaubhai Kanabhai Vaghela, I raised 3 engineers in my 1 room house and now there is no space for me in 3 huge houses. I raised them without any complaints and rather gave them best of the education despite I couldn’t afford it being a sweeper. I tried to keep them always happy and smiling even with my small income and now 5lakh family income can’t buy me a smile.

I have a request if you have parents, and they attain old age, do not repulse them or look at them as a burden, but speak to them a gracious word, be cool, obedient, humble and kind to them. Be considerate to your parents. It feels immense pain in my chest when I think of words they use or sometimes I over hear from my daughter-in-laws. My heart curses myself that why have I 3 sons like deserts and not even a single daughter which could make me feel a sweet water stream among these deserts. I have noticed that pets in their houses receive more respect, love and care. When they were too small and fall sick, I used to go restless. Today, my entire body has given up due to sweeping work. Nobody even comes and asks if I am okay? My wife always used to cook what my kids like but today when I go to their homes, I can’t chew those pizza I have teeth problems, I try to soak pizza in water and chew but do not complain.

I never bless any couple to have a son. I know the pain of having them is tremendous rather not having one.

Being rich is not about how much you have, but about how much you give!

____________________________________

રવિવારે સવારે જ્યારે પરાબજારની શેરીઓમાં ફોટોગ્રાફી કરતો હતો ત્યારે ઍક દુકાનનાં ઓટલે એક વૃદ્ધ સજ્જન બેઠેલા ને વિચારો ખોવાયેલા એમની આંખના ખુણાઓમાંથી કંઇક ભીનું-ભીનું ધસી આવતું, અટવાતું જોયું. હું બાજુ માં બેઠો, એ ભાઈ મને ઓળખતા હશે.

“એતો આ રસ્તો સાફ કર્યો ને એટલે થાકી ગયેલો, થોડો આરામ કરવા બેઠો” વીનુભાઈ એ સ્વબચાવ માં કીધું.

“વીનુભાઈ, આજે તો કહી દો, હું સાંભળીશ.”

“3 છોકરા એન્જીનીયર છે દરેક નો પગાર લાખ રૂપિયાથી વધુ હશે.એક નાની રૂમ માં એમને ખુશ રાખેલા પણ આજે 3 બંગલામાં હું નથી સમાતો. ખાવાપીવામાં કોઈ દિવસ કંજુસી નથી કરી અને આજે મારી વહુઓ પણ કોઈ કંજુસી નથી કરતી, અમને બોલવા માં. મને તીખુ ખાવાની મનાઈ છે પણ જયારે એમના ઘેર જઈએ તો તીખું ભૂલ થી જ બની ગયું હોય. ચવાતું નથી, તો પણ પિઝ્ઝા જ હોય જમવામાં. જયારે એ પિઝ્ઝા ને પાણી માં પલાળીને મોં માં મુકીએ ને, અમે પતિ પત્ની એક બીજાનો હાથ દબાવી રાખીએ ક્યાંક પિઝ્ઝા ખાવાની મજબુરી આંખોમાંથી છલકાય નઈ. જયારે એમના દાત નોહતા ફૂટ્યા ત્યારે આમજ એમને પલાળી પલાળી ને ખવરાવતાં.”

“ક્યારેય કોઈ દંપતીને દીકરો આવે એવા આશીર્વાદ નીકળતા જ નથી. આ ખરા દરિયા જેવા દીકરાઓ કરતા ભગવાને એક મીઠી વીરડી જેવી દીકરી દીધી હોત તો જન્મારો સફળ થાત. દીકરાઓ નાના હતા ત્યારે જો જરા અમથું વાગ્યું હોય તો આખી રાત જાગતા બેસી રેહતા અને આજે અમારું શરીર જવાબ દઈ ગયું છે, મણકાની તકલીફ, વાકું ના વળાય, તોય કામ કર્યે જાય પણ કોઈ દિવસ દીકરો હાથ જાલી ને પૂછે નઈ કે બાપુજી, કેમ છે તમને? ઘરનાં પાલતું કુતરાઓ ને ખાવાપીવાનું ધ્યાન રખાય છે, ફરવા લઇ જાય, થોડી વાર નીચે ના મુકે। અરે! અમે તો જાનવર થી ભી ગયા. જીવતા છીએ ત્યાં સુધી પ્રેમ થી બાજુ માં બેસાડી ને સાંભળો, મર્યા પછી ફોટા સામે બેસવાથી શું ફાયદો?”

“દુનિયા ને કોઈ પણ છેડે જાવ અને ગમે તેટલા રૂપિયા કમાવ, તમારી પાછળ નામ તો મારું જ લગાડવું પડશે, વિનુભાઈ વાઘેલા.”

એટલું બોલી ને વિનુભાઈ પગનો ટેકો લઇ ને ઉભા થયા, બાજુ માં પડેલું ઝાડું ઉપાડી ને ધીમે ધીમે રસ્તો સાફ કરવા માંડ્યા. પણ પેલું આંખોમાં અટવાયેલું ત્યાં ને ત્યાં જ રહી ગયું.