તમે જયારે કોઈ કામ ના કરી શકો અથવા તો શરીરનું કોઈ અંગ કામ દેતું બંધ થઇ જાય તો? ઉપર થી તમારા માલિક તમને ઘરમાંથી કાઢી મુકે.
આવુંજ કંઈક રમેશભાઈ પ્રજાપતિએ આજ થી 13 વર્ષ પેહલા ગાયો રાજકોટમાં ગાયો માટે થતું જોયું.
હું જામનગર રોડ પરથી જતો હતો કડિયા કામ કરવા માટે અને ત્યાં રસ્તામાં એક નાની વાછરડીને અકસ્માત થયો. હવે રાજકોટમાં એટલો તો કોઈ ને સમય નથી કે વાછરડીને સારવાર કરે. મને દયા આવી કામ પર જવાનું માંડી વાળીને વાછરડીને મેં બંધાવેલી રાધેશ્યામના મંદિર પર લઇ ગયો. પણ પૂજારીએ જવાબદારી સ્વીકારવાની ના કહી. મને હાડોહાડ લાગી આવ્યું કે માનવતા તો રાજકોટમાંથી ઉઠી જ ગઈ. મેં દ્રઢ નિશ્ચય લીધો કે જ્યાં સુધી આ વાછરડીને ચાલતી ના કરું ત્યાં સુહી કામ પર ની જાવ અને એની સારવાર કરીશ. એની સારવારમાં એક વર્ષ વીતી ગયું અને ત્યાં સુધી માં તો 15 ગાયોનું ધણ થઇ ગયું. દરેક ની કાળજીપૂર્વક સેવા અને સારવાર થતી રહી. ધીમે-ધીમે મારા ખંતીલા રાજકોટના લોકો સમય ના અભાવે એમની લૂલી-લંગડી, બીમાર, બિન ઉપજાઉ ગાયો ને અહી છોડતા ગયા. હું કોઈ પણ જાત ને અપેક્ષા કે સવાલ જવાબ વિના એમને અપનાવી ને સેવા કરતો.
ધીમે ધીમે રામદેવપીરના સવરા મંડપ, નવરાત્રી અને પૂજા પાઠ અર્થે મોટા આયોજનો થયા, મોટી રકમ જમા થઇ અને રાધેશ્યામ ગૌશાળા બની. આજે પણ અહી દરેક તહેવારો ધામધૂમથી ઉજવાય છે. વર્ષમાં 3 નવરાત્રી થાય, બટુકભોજનમાં દરરોજ 2000 થી વધુ બાળકો જમે છે. આજે રમેશભાઈ નું નામ “રાધેશ્યામ બાપુ” બની ગયું.
કોઈ પણ નામ કમાવું કે બનાવવું એની પાછળ વર્ષોની તપસ્યા હોય છે. રાધેશ્યામની ગૌશાળા આજે એક યાત્રાધામ બની ને સુવાસ ફેલાવે છે.
Recent Comments