અરે ભાઈ એવું કોને કીધું કે સાઈંઠ વર્ષ થાય તો રિટાયર થઈ જવાનું? એતો ખાલી સરકારી નંબર છે કે તમે આરામ કરો અને નવયુવાનો ને તક આપો. પણ એ કોઈ પથ્થર ની લકીર નથી કે તમારે માની લેવી. હું ભગવતીભાઈ જોશી ઉંમર 80 વર્ષ અને મારી વાઈફ ભાનુબેન જોષી ઉંમર 75 વર્ષ. બંને આ ઉંમરે પણ કામ કરીયે છીએ. સવારે છ વાગે ઉઠીની મોર્નીગ વૉક થી માંડીને સાંજ સુધી એકટીવ રહીયે છીએ. ઘર થી ઓફિસ જતા રસ્તામાં જરૂરિયાત મંદોને જમવાનું આપતો જાઉં. હું ખેતીકામના સાધનો ના સેલ્સ માટે દિલ્લી અને પંજાબ ટુર પર હોવ ત્યારે મારી પત્ની ઘરનું ધ્યાન રાખે. 3 દીકરીઓ અને એક દીકરા સાથે હર્યોભર્યો સંસાર છે પણ, અટકવું નથી બસ. ક્યારેક કોઈ માટે તો ક્યારેક પોતાના માટે બસ ચાલતા રહો. વધારે ઉધમ કરવાની જરૂર નથી બસ કોઈ માટે ખરાબ ના બોલો, પોતાની ભૂલ પર માફી માંગી લેવી, સૌને પ્રેમ કરવો એ પણ યોગ છે.
Recent Comments