#238, Me, Myself & Yoga..!! Kankshit Maniar

By Faces of Rajkot, August 8, 2016

I’m sharing my own experience because I know many students and youngsters are facing the problems which I suffered few years back.  I’ve also seen many parents are worried about their children of my age, but they don’t even find a single way.

I was real lazy and a procrastinator. My attitude towards everything was just “I’ll do it later…” I had to study on my own because I was a HOME SCHOOLER, and still I’m. I didn’t like to study at all, couldn’t concentrate for reading or writing. There was no confidence in me. I was just a COUCH-POTATO, eating something every time while sitting on the sofa and watching TV. There were no any physical activities for me. Even my height was below average. My parents were so much worried about me and my future. They always shouted on me to do something for my own sake.

My parents were related to Yoga but I wasn’t serious at all about Yoga. I wanted to do Yogasana, Pranayama, etc. when I saw my parents doing all Yoga Activities, but I couldn’t go ahead to do Yoga, even though I was good at Yoga.

During 2010, eventually, my father gave a chance to demonstrate few YOGA Poses in a school. And the demonstration was really fantastic. All were fascinated by my performance of Yoga poses. Even I was also amazed by my own Yoga performance. That was a very turning point for me and my life. So, finally on that day, I decided to create my future as a YOGA TRAINER.

I started my YOGA JOURNEY at the age of 12, with the systematic training of ASHTANGA YOGA. My focus was only YOGA, started practicing daily for at least 4 hours. The results were amazing. I felt the real positive changes within me. There was tremendous confidence within me and no laziness. I started seeing the world so differently. My parents were not torturing me for the studies. Today I’m 6’ tall due to my regular practice. My physical and mental strength has grown at high. I simply understood that I’m a LIFETIME LEARNER.

Now I teach Yoga… did my Yoga trainings in some schools and also teach personally to students and individuals. And yes, I am still my sweet 16.

I suggest everyone to practice Yoga for lifetime. Gym and exercise are good but it is only related to our physical body, while Yoga is related to our Mind – Body – Emotions & Soul. Gym makes our body stiff while Yoga makes our body and mind more flexible. Gym makes our mind more stressful and angry, while Yoga gives us Calmness & Peace and. Yoga takes us to our own spiritual universe of our entity.

Kankshit comment photo

અમુક વર્ષો પહેલા મારી પોતાની જે જે સમસ્યાઓ હતી એવી સમસ્યાઓ અનેક વિદ્યાર્થીઓ તેમજ યંગસ્ટર્સ અનુભવી જ રહ્યા હશે તે હું જાણું છું. મોટાભાગના પેરેન્ટ્સ પણ પોતાના સંતાનો અંગે ખુબ ચિંતા કરતા હોય છે પરંતુ તેઓને કોઈ રસ્તો સૂઝતો નથી.થોડા વર્ષો પહેલા એક એવો સમય હતો જયારે મારામાં ઘણી આળસ ઘુસી ગઈ હતી. કોઈપણ કાર્ય “પછી કરીશ” એવી વૃત્તિઓનો હું શિકાર હતો. હું હોમ-સ્કૂલિંગ કરતો હતો. મારે મારા પેરેન્ટ્સના ગાઇડન્સ દ્વારા બધું જાતે જ ભણવાનું હતું. પરંતુ મને ભણવું તો બિલકુલ ગમતું જ નહોતું. લખવામાં કે વાંચવામાં કોન્સન્ટ્રેશન આવતું જ નહોતું. મારામાં કોન્ફિડેન્સ તો બિલકુલ નહોતો. એ સમયે આખો દિવસ સોફા પર બેઠા-બેઠા હું બસ ટીવી જ જોયા કરતો હતો અને સાથે-સાથે કંઇકને કંઇક ખા-ખા પણ કરતો હતો. એ સિવાય કોઇપણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિઓ ક્યારેય હું કરતો નહોતો. મારી ઉંચાઈ પણ થોડી ઓછી હતી. મારા પેરેન્ટ્સ ખુબ ચિંતા કરતા હતા કે મારું શું થશે…! હું ભવિષ્યમાં શું કરીશ…! અને આવી ચિંતાઓને કારણે મારા પણ ગુસ્સો પણ કરતા હતા. હું પણ ખરેખર ખુબ કંટાળી ગયો હતો. “વૈદના ખાટલે” આ કહેવત એ સમયે મારા માટે એકદમ અનુરૂપ હતી કારણ કે મારા પેરેન્ટ્સ યોગ રિલેટેડ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે પરંતુ હું ક્યારેય યોગ બાબતે સિરિયસ હતો નહી. મારા પેરેન્ટ્સને આસનો – પ્રાણાયામ જેવી યોગ રિલેટેડ પ્રવૃત્તિઓ કરાવતા જોઇને મને પણ ઈચ્છા તો થતી અને અમુક આસનો પણ મને આવડતા હતા. પરંતુ હું તેમાં આગળ વધતો નહોતો.

લગભગ ૨૦૧૦માં મારા પપ્પાના કહેવાથી એક સ્કુલમાં યોગ નિદર્શનના કાર્યક્રમમાં મારે યોગાસનોનું ડેમોન્સ્ટ્રેશન આપવાનું થયું, એ ડેમોન્સ્ટ્રેશન ખરેખર ખુબ પ્રભાવશાળી રહ્યું અને તેનું મને પણ આશ્ચર્ય થયું. મે વિચાર્યું કે મારું ડેમોન્સ્ટ્રેશન જો આટલું પ્રભાવશાળી છે તો મારે ખરેખર પધ્ધતિસર તાલીમ લેવી જોઈએ. એ જ દિવસે મે યોગના ક્ષેત્રમાં જ કેરિયર બનાવવાનો નિશ્ચય કર્યો અને યોગ પ્રશિક્ષક બનવાનું નક્કી કર્યું. આ રીતે મારી યોગ-યાત્રા શરુ થઇ. ૧૨ વર્ષની ઉંમરે અષ્ટાંગ યોગની પધ્ધતિસર તાલીમ શરુ કરી અને મારું ફોકસ માત્ર “યોગ” જ બની ગયું. રોજના અંદાજે ત્રણથી ચાર કલાક પ્રેક્ટીસ કરતો થઇ ગયો. યોગના ક્ષેત્રમાં જેમ-જેમ હું આગળ વધતો ગયો તેમ-તેમ મારા વ્યક્તિત્વમાં આવતા પોઝીટીવ પરિવર્તનનો મે જાતે અનુભવ કર્યો. મારો આત્મવિશ્વાસ અનેકગણો વધી ગયો હતો. હવે મને આળસ આવતી નહોતી. મારામાં એક અલગ જ પ્રકારની સમજ આવતી જતી હતી. નિયમિત યોગ કરવાથી આજે મારી ઉંચાઈ અંદાજે લગભગ ૬ ફૂટ જેટલી છે. મારી શારીરિક ક્ષમતા અનેકગણી વધી ગઈ છે. યોગ દ્વારા મને બસ એટલું સમજાઈ ગયું છે કે આપણે જીવનપર્યંત વિદ્યાર્થી જ રહેવું જોઈએ અને શીખવાની પ્રક્રિયા નિરંતર ચાલતી જ રહેવી જોઈએ.

હાલમાં જ દુબઈમાં ૧૦ હજાર લોકોનો યોગ વર્કશોપ થયો હતો અને જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેમાં ડેમોન્સ્ટ્રેટર હતી. ત્યાં દુબઈની ધરતી પર ઓમકારનું ઉચ્ચારણ પણ કરાવ્યું હતું. ત્યાંના લોકો અત્યંત મોર્ડન છે અને તમામ બાબતોને અત્યંત સહજતાથી સ્વીકારે છે. સાચી વાત તો એ છે કે યોગ સમગ્ર માનવજાત માટે છે. તેને કોઈ ધર્મ સાથે જોડીએ તો એ આપણી નાદાની જ ગણાશે.

હવે હું યોગ પ્રશિક્ષણ પણ આપું છું. અમુક સ્કૂલ્સ અને બોર્ડિંગના વિદ્યાર્થીઓને યોગ પ્રશિક્ષણ પણ આપ્યું છે. સાથે-સાથે લોકોને પર્સનલી પણ યોગ શીખવું છું. અરે હા, હજુ હું 16 વર્ષનો જ છું.

— with Priyadarshi Arth and Kankshit Yoga.