સંતાડી રાખ ધાબળામાં સૂર્યની ઉષ્મા,
જો હું અમીર થઈ ગયો તડકો વણી વણી.
આજે જો કોઈ સિગ્નલ પર રાજકોટનો આ ચેહરો દેખાઈ જાય અને તિરંગો લેવાની ઈચ્છા થઇ જાય તો ભાવતાલ ના કરવા બેસતા.
માત્ર 5 રૂપિયામાં આપશે પણ, અહીં રાજકોટના બનીને 5 ના 2 ના માંગી બેસતા. બને તો 5 ના બદલે 10 દેજો, થોડું દેશ નું ઋણ ચૂકાઈ જશે. પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા ને તમે કે હું સાર્થક કરીઍ કે ન કરીઍ, આવા ભૂલકાઑ ખરા અર્થમાં ઍને જીવે છે. આજે જો આ બાળક કોઈ સિગ્નલ પર મળી જાય તો દેશનું ઋણ તો ચૂકતે થશે જ પણ માનવતાનું ઋણ થોડુંઘણું ફળશે.
ભારતનું (રસ્તે રજળતું પણ સ્વાભિમાન પૂર્વક, માથું ઉચું રાખીને જીવતું) આ ભવિષ્ય બબ્બે બહેનો ને ભણાવે છે. આ 12 વર્ષનો બાળક, સુરેશ ઍના માબાપ ને મદદ કરે છે.
આ પણ એક ચેહરો છે રાજકોટનો જ.
Recent Comments