#243, Vegetable seller on a laari

By Faces of Rajkot, August 19, 2016

ભલે તારે બંગલે બાગ બગીચા
પૈસા ભરેલું ગાડું.
મારે આંગણે રમતી દિકરી
એજ મારુ રજવાડું….

મારું નામ નાસીરભાઈ, આદું મરચાંની રેંકડી છે મારી માર્કેટમાં. પહેલાં તો હું માર્કેટમાં વજન ઊંચકતો પણ, એક પગ હોવાને લીધે લોકો મને બહુ કામ ના આપતાં.

જેમ તેમ મજૂરી કરીને એક રેંકડી વસાવી. હવે દોડધામ નથી કરવી પડતી. રેંકડીમાં થી જે આવક થાય એમાં થી બચત કરું છું. મારે મારી દીકરી ને ડૉક્ટર બનાવવી છે. અમારી કોઈં કોમમાં હજી દીકરીઓ ને વધુ ભણાવતાં નથી. પણ હું તનતોડ કામ કરીશ, બનતું કરી છૂટીશ પણ મારી દીકરી તો ડૉક્ટર બનશે જ.

નથી વિચારતો જિંદગી વિષે બહુ કારણ કે જેણે આપી હશે તેણે કંઈક તો વિચાયુઁ હશેને!