#244, Festivals and traffic police

By Faces of Rajkot, August 26, 2016

જન્માષ્ટમી ઍટલે રાજકોટની દિવાળી. મિત્રો સાથે કે પરિવાર સાથે મેળામાં જવુ કે બહાર ફરવા જવુ, સામે આવે ટ્રાફિક, ભીડ, ક્રાઇમ, રેઈસ, રોડ રેજ વગેરે અને તમે તો કદાચ ‘આપણે શું?’ કરીને આગળ વધી જાઓ પણ અમુક લોકો આગળ નથી જઈ શકતા. નિયમો કોઈ ને  ગમતાં નથી,  પણ જો કોઈ નિયમ તોડે તો એકાએક વકીલ બની જઈએ છીએ દેશ ના.

અરે મારા મિત્ર, ક્યારેક અંદર તો જો. હું રાજકોટ પોલીસ, રાજકોટનો ચેહરો, ચારે બાજુ જોવા મળીશ. ટાઢ, તાપ વરસાદ માં ટ્રાફિક પર, મેળાઓ ફરજ બજાવતો, ભીડ ને કંટ્રોલ કરતો. જયારે તમે લોકો ફેમિલી જોડે મોજ મજા કરતા હોવ ત્યારે અમે ફરજ પર સલામતી વ્યવસ્થા સાચવતા હોઈએ. અને ભૂલ માં જો કોઈ અણગમતો પ્રસંગ બની જાય તો? અમને સાત પેઢી યાદ અપાવી દે છે કે નઈ મિત્રો?

પણ, અમારે શું કામ કડક કામ લેવું પડે? શું કામ અમારી જીભ બદનામ છે કડવાશ માટે? શું અમારે નિશાળની જેમ જબરદસ્તી નિયમોનું પાલન કરાવડાવું પડે એટલા નાના છો તમે? દરેક નાગરિક પોતાની જવાબદારી સમજતો થાય તો અમે પણ તમારી જેમ મેળા અને તહેવારો ની માજા લઈએ પરિવાર જોડે, નહિ કે ડંડો લઇ ને ઉભા રહીયે.

તમે જયારે તમારા બાળકોને નવી બાઈક કે સ્કુટરની ચાવી આપો છો ત્યારે એક વાર પણ રૂલ્સ વિષે સમજાવો છો? અમદાવાદમાં તો એક નવું શરુ કર્યું છે કે જો કોઈ બાળક ટ્રાફિકનાં નિયમ તોડે તો એના માર્ક્સ કાપી લેવા, કે એક અઠવાડિયા માટે નિશાળમાંથી સસ્પેન્ડ. આવું કંઈક કરીયે જેનાથી કોઈને નુકસાન ન થાય. ન તમારા બાળકો નિયમો તોડશે અને ન અમારે કડક બનવું પડશે.

જયારે વિદેશોની પોલીસ કે અર્થવ્યવસ્થા વિષે વાત કરો કે ત્યાં તો એવું હોય આપણે તો સાવ કેવું છે! પણ, એક વાર તમે નિયમોનું પાલન તો કરી જોવો વિદેશના નાગરિકોની જેમ, દેશ ધીમે ધીમે પણ, આગળ તો વધશે. શરૂઆત તો કરો તો પરિણામ સુધી પહોંચશો.

દેશ પરદેશ કે બીજા શહેરની વાત ભૂલી જાવ, રાજકોટથી જ શરૂઆત કરીયે, સ્વછતા, નિયમોનું પાલન,ખાસ કરી ને ટ્રાફિકનાં નિયમોનું પાલન કરીયે. બાળકોને પણ અત્યારથી જ નિયમો શીખવીએ, આ નહિ તો આવતી પેઢી ભારતને અગ્રીમ હરોળમાં લઇ જશે..