#245, Girl missing her mom

By Faces of Rajkot, August 29, 2016

ગમશે નહી તો ગમાડવુ પડશે,
સાહેબ, જીવન તો રમકડુ છે, રમાડવુ પડશે…!!

મા ને જોઉં ને ત્યારે હૈયાની મટકી માખણ માખણ થાય જાય. મા કેવું બાળકો નું ધ્યાન રાખે! મેળામાં લઇ આવે, ખવડાવે, ફેરવે. મારી મા હોત તો મનેય આઈસક્રીમ ખવડાવત. મને રેસકોર્ષ રોડ પર એક મોટી દુકાન છે એની આઈસક્રીમ ખાવાનું બહુ જ મન છે. આઈસક્રીમ કરતાં એના ચમકતો કપ બહુ જ ગમે. એમાં એક વાર આઈસક્રીમ ખાવો છે પણ દુકાનવાળા ભાઈ તો અમને દુકાનની બાજુમાંય ન આવા દે.

એક વાર કોઈ મોટરમાં આઈસ ક્રીમ ખાઈને કપ રોડની સાઈડ માર મૂકીને જતું રહ્યું હશે અને કપમાં રહેલો થોડો આઈસક્રીમ હું ચાટી ગઈ. દુકાનવાળા ભાઈ એ તો ધક્કો મારી ને ગાળ કાઢી પણ એ આઈસ્ક્રીમનો સ્વાદ ભુલાતો નથી. મારા બાપુજી એ કીધું બહુ મોંઘો છે, 25 રૂપિયા નો. મારી મા હોત તો મને ખવડાવત.