#247, Babu & Bhikhu

By Faces of Rajkot, September 2, 2016

“ગયા વર્ષે આ બાબુ મેળામાં ભીખ માંગતો હતો”
મેં એને કીધું,” એના કરતાં ફુગ્ગા વેંચ વધુ પૈસા મળશે.”

બસ, ત્યારથી દોસ્તી જામી ગઈ. મારા બાપાએ થોડા ફુગ્ગા એને પણ દીધા અને અમે બંને મેળામાં ફુગ્ગાઓ વેંચીએ છીએ. મેળો પૂરો થાય પછી અમે બંને નિશાળે જાશું.

“એણે બચાવેલા પૈસામાંથી મારી સાટુ નોટબુક લીધી છે.”
“લાલ કલરની બોલપેનથી એમાં મારુ નામ લખ્યું છે.”

“ભીખુ”

Image courtesy: Vimal Mer