#257, RJ Aniruddh Trivedi

By Faces of Rajkot, September 27, 2016

લોકો મને હંમેશા પૂછે તમે આર.જે બન્યા તો તમને બોલવાનો ખુબ શોખ હશે નહિ? અને મારે કેહવું પડે કે એવું નથી મને ખુબ ઓછું બોલવાની ટેવ છે. મને શાંત રહેવું ખુબ ગમે અને પછી લોકો ના કહે ના હોઈ. હું રેડિયોમાં કઈ રીતે આવ્યો એની પાછળ પણ એક કહાની છે, ક્યારેક મળશે તો તમને જણાવીશ..

2006નું વર્ષ મને ક્યારેય નહિ ભૂલાય એજ વર્ષમાં મારા પરમ મિત્ર મારા પાપા ને મેં ગુમાવ્યા અને એજ વર્ષમાં મેં રેડિયો જોઈન કર્યો. આજે મારા પાપાને હું એટલાજ મિસ કરું છું, જયારે પણ ખુબ યાદ આવે એકદમ નાના બાળકની જેમ રડું છું. માં વિષે તો બધા વાતો કરે સારું સારું બોલે પણ બાપ વિષે કોઈ ને બોલે છતાં બાપ કઈ ના બોલે સૌથી વધારે વગોવાય છતાંય બધાની બધીજ જરૂરિયાતો પુરી કરે. એટલું નિસ્વાર્થ કોઈ કઈ રીતે થઇ શકે, મારા પાપા સંસ્કૃતના શિક્ષક હતા, ખુબ સારા ચિત્રકાર, આયુર્વેદના જાણકાર લોકોને ફ્રીમાં મદદ કરે પણ ભગવાને ક્યારેય એમની મદદ ના કરી કલાકાર હતા મેનેજમેન્ટમાં મીંડું લાઈફ મેનેજ ના કરી શક્યા, અતિ મહત્વકાંક્ષા એ તેમને ઘણા સાહસો કરાવ્યા અને એ બધામાં ફેઈલ ગયા પણ ક્યારેય હાર્યા નહિ, આજે હું જે પણ કાંઈ મુકામે છું મને એક વાત નો વસવસો હંમેશા રહેવાનો છે કે મારો સારો સમય અમારો સારો સારો સમય જોવાનો વારો આવ્યો ને એ જતા રહયા…

મને લખવાનો પણ ખુબ શોખ છે, અને આજના જમાનામાં સ્કુલે જતા બાળકો પણ આત્મ હત્યા કરે છે એ વાતનું મને દૂખ છે, એટલેજ જીવનના મૂલ્યો સમજાવતી મેં એક વાર્તા પણ લખી છે, જેના માટે મારી ઈચ્છા છે કે હું નજીકના ભવિષ્યમાં એક બુક પણ પબ્લિશ કરવાનો છું. બસ સ્પોન્સર ગોતું છું[હાહાહા,] આશા છે કે નજીકના સમયમાં આ સપનું પણ સાકાર થશે.

આ વર્ષે રેડિયોમાં મને 10 વર્ષ પુરા થશે, રાજકોટે મને ખુબ પ્રેમ આયપ છે, પછી તે મારો સૌથી પહેલો એક કલાકનો શો “બાત કુછ ખાસ” હોઈ કે રાજકોટને પહેલીવાર સ્વાદની સફર કરાવનારો શો “પેટ છે કે પટારો” હોઈ. મને યાદ છે જયારે અમે રાજકોટમાં સતત અવિરત 111 કલાક લાઈવ શૉ કરેલો ત્યારે અડધી રાતે લોકો મારા માટે નાશ્તો લઈને આવતા. અત્યારે જયારે હું રેડ એફ.એમમાં જી.જે.935 કરું છું, મારો એકજ ઉદ્દેશ છે અને એજ મારુ સૌભાગ્ય છે કે હું લોકોના જીવનમાં થોડી સ્માઈલ લાવી શકું છું તેમને ખુશ કરી શકું છું. લોકો મને પ્રેમ કરે છે અને ખુબ પ્રેમથી મને મળે છે, છતાં મારી અપેક્ષા વધારે મારે રાજકોટનો વધારે ને વધારે પ્રેમ જોઈએ છે અને કદાચ એ રીતેજ હું રાજકોટનું ઋણ ઉતારી શકું। અને રહી વાત નફરત કરનારની તો એ એમનું કામ છે, જો કોઈને હું ના ગમતો હોઈ તો એ મારો પ્રોબ્લેમ નથી એમનો છે અને એમના વતી જો હું વિચારીશ તો એ શું કરશે.

— with Aniruddh Trivedi and Rj Aniruddh.