#262, Save Life with Hands Only CPR

By Faces of Rajkot, October 15, 2016

AHA (American Heart Association) realised after studies that if we can teach CPR to everyone, we can save many lives. So, they started initiative HANDS ONLY CPR. They teach CPR to school children also.

We thought of teaching it to people of India one year back. We started training of CPR in dental association, Physiotherapy College, homeopathic college, nursing association and laymen. Our team (Dr Dipti Mehta, Dr Dharmendra Amrutia, Dr Chaitanyasinh Gohil, other members of Rajkot ISA, student wing IMA) did 10 programs last year at different places. People attended with enthusiasm.

That’s why we, Rajkot city branch of Indian society of Anaesthesiologist, decided to do it on a big scale on World Anaesthesia Day.

We run a page on Facebook named SAVE A LIFE WITH HANDS ONLY CPR to educate people on social media.

CPR means… C- Cardio (heart) P- Pulmonary (lung) R- Resuscitation (PUNARJIVAN)

CPR is a method of re survival (resuscitation) of heart and lung which has stopped working and person has become unconscious.

CPR is needed when someone becomes unconscious in front of you and stops breathing, you can start CPR till medical help arrives and save someone’s life.

Anybody who is trained for HANDS ONLY CPR can perform it and keep the patient alive till medical help arrives.

Rajkot city branch of Indian society of Anaesthesiologist has organised a HANDS ONLY CPR workshop on World Anaesthesia Day (16th October) from 6:00 to 10:00 AM at Balbhavan Parking, Racecourse, Rajkot. You can come with your family and friends and learn how to save someone’s life.

Dr Hetalkumar Vadera H.O.D., department of anaesthesia, Sterling hospital, Rajkot

________________________________________________________________________________________

એએચએ(અમેરિકન હાર્ટ અસોશિએશન) એ ઘણા અભ્યાસ પછી વિચાર્યું કે જો આપણે સીપીઆર બધા ને શીખવી શકીશું તો આપણે બહુ બધા લોકો ની અમૂલ્ય જિંદગી બચાવી શકીશું. અને તેમણે સીપીઆર શીખવવાનું શરૂ કર્યું. સ્કૂલ ના બાળકો ને પણ તેઓ સીપીઆર શીખવે છે.

એક વર્ષ પહેલા ભારત ના લોકો ને પણ સીપીઆર શીખવવાનું તેમણે વિચાર્યું. અને તેમણે સીપીઆર ની ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું. ડેન્ટલ અસોશિએશન, ફિજીયોથેરપી કોલેજ, હોમેઓપથિક કોલેજ, નર્સિંગ અસોશિએશન વગેરે. અમારી ટિમ ડો.દિપ્તી મહેતા, ડો.ધર્મેન્દ્ર અમૃતિયા, ડો. ચૈતન્યસિંહ ગોહિલ, અને રાજકોટ આઇએસએ ના મેમ્બર, અને આઇએમએ ના વિધ્યાર્થીઓ, દ્વારા છેલ્લા એક વર્ષ માં 10 થી વધુ ટ્રેનિંગ સેમિનાર કરી ચૂક્યા જેમાં લોકો એ ઉત્સાહ થી એમાં ભાગ લઈ સીપીઆર વિષે માહિતી મેળવી. અને આને કારણે અમે નક્કી કર્યું કે વિશ્વ એનેશ્થેસિયા દિવસ પર રાજકોટ સિટિ બ્રાન્ચ ઓફ અનેસ્થેસીઓલોજિસ્ટ દ્વારા આ પ્રકાર ની ટ્રેનિંગ મોટા પાયે આયોજિત થાય,

સોશિયલ મીડિયા પર લોકો ને જાગૃત કરવા માટે ફેસબુક પર અમારું એક પેજ પણ છે “save a life with Hands Only CPR”

CPR એટ્લે C – કાર્ડિઓ ( હૃદય) P – pulmonary ( ફેફસા ) R – Resuscitation ( પુનર્જીવન )

સીપીઆર એ એક મેથડ છે જ્યારે માણસ નું હૃદય અને ફેફસા કાર્ય કરવાનું બંધ કરે અને જ્યારે માણસ અર્ધ બેભાન અવસ્થા માં હોય ત્યારે હૃદય ને પુનર્જીવિત કરવાનું કામ સીપીઆર મેથડ કરે છે.

જ્યારે તમારી સામે કોઈ માણસ આવી હાલત માં હોય ત્યારે તમે સીપીઆર દ્વારા જ્યાં સુધી કોઈ મેડિકલ સહાય ના મળે ત્યાં સુધી તેને મદદ કરી તેને બચાવી શકો છો. જે લોકો હાથ વડે સીપીઆર કરવાની ટ્રેનિંગ લઈ ચૂક્યા હોય તેઓ આવા કપરા સમયે કોઈ ની મદદ કરી તેમની જિંદગી બચાવી શકે છે.

Indian society of Anesthesiologist દ્વારા રાજકોટ બ્રાન્ચ માટે 16 ઓક્ટોબર એ વિશ્વ એનેશ્થેસિયા દિવસ પર “Hands Only CPR” પર સવારે 6 થી 10 , બાલભવન પાર્કિંગ, રેસકોર્સ રાજકોટ ખાતે એક મોટા સેમિનાર નું આયોજન કરવામાં આવેલ છે. . તો તમે પણ આ સેમિનાર માં જોડાઈ તમારા પરિવાર, મિત્ર વર્તુળ તેમજ કોઈ પણ ની અમૂલ્ય જિંદગી બચાવી શકો છો.

ડો. હેતલકુમાર વડેરા , એચઓડી, ડિપાર્ટમેંટ ઓફ અનેસ્થેસિયા, સ્ટર્લિંગ હોસ્પિટલ, રાજકોટ

12418046_1025914057470104_7123420816524492351_n