ઝાંઝવાના દરિયા આસપાસ હોય છે,
હોઠે ધરું તો ખાલી ગ્લાસ હોય છે..
આ તદ્દન સાચી વાત છે રાજકોટ માટે, અહીં ગુજરાતી ફિલ્મો માટે કલાકારો શોધવા એ ફિલ્મ બનાવાથી પણ અઘરું છે.
હું વિશાલ વડા વાળા અને મારી કંપની V3 પ્રોડક્સન, અમે અર્બન ગુજરાતી ફિલ્મ બનાવી અને નામ પણ “ફિલ્લમ” અને પછી જયારે “બે યાર” આવી અને હિટ બની ત્યારથી તો જાણે ઉત્સાહ બમણો થઇ ગયો, જાણે કે આગિયાઓ નું ટોળું સૂરજ સામે થઇ ગયું.
મારી ટીમ અને હું બધા 25 વર્ષ કે ઓછી ઉમરના પણ સપના તો આભ અડકે, મેટ એન્ટરટેઇન્મેન્ટ સાથે મળી ને ,માર્કેટિંગના બધા જ ફાયદાઓ લઇ ને 98 સિનેમાઘરોમાં 195 શો કર્યા.
જે લોકો પેહલી વાર ફિલ્મ લાઈનમાં આવે અને કાચી ઉમર હોય તો કોઈ હાથ પણ ના જાલે પણ, તરવરાટ ક્યાં ઓછો થાય એમ હતો. બસ, બની ગઈ ફિલ્મ અને રિલીઝ પણ થઇ એન્ડ તમને પસંદ પણ આવી ને?
અમારું પેલું સુપર હિટ સોન્ગ “જો બેકા” ગમ્યું કે?
Recent Comments