न जाने उँगली छुड़ा कर निकल गया है किधर,
बहुत कहा था ज़माने से, साथ साथ चले
વૈદો જેમ પહેલાંના જમાનામાં નાડી પકડી ને કઈ દેતા કે શું તકલીફ છે એમ હું પણ કેમેરાની ક્લિક સાંભળીને જાણી લેતો કે ક્યાં તકલીફ છે!
1971 માં મેં પેહલો કેમેરો ખોલેલો અને રિપેર કરેલો. કેમેરાની કિંમત 45 રુપિયા ને રિપેરિંગ 5 રુપિયા. પણ, આનંદ લાખ રૂપિયાનો. યાદ નથી કે કેટલા કેમેરા રિપેર કરી નાખ્યાં આજ સુધી, કચ્છ-ભુજ થી માંડી ને અમદાવાદ સુધી ગ્રાહકો આવતાં અને સૌરાષ્ટ્ર તો આખું ગણી લો. યોગેશ એન્ડ ગજ્જર ભાઈઓ નું નામ ગુંજતું, રાજકોટ કલર લેબ, અરુણ સ્ટુડિયો બધા અમારે ત્યાં આવતા. ફોટોગ્રાફી એસોસિએશન સ્પર્ધા રાખતું જેમાં બ્લેક એન્ડ વાઈટ ફોટો જ રાખતા જેમાં તમારા કેમેરા ટેકનિક ની કસોટી થતી. 4 વખત મને એમાં ઇનામ મળ્યું છે. કેમેરા રીપેર કરવાનું અમારા લોહીમાં છે. અમારા પિતા શ્રી વ્રજલાલભાઈ (વજુભાઈ) તરફથી આ કળા અમને શીખવા મળેલી.
એક સમય એવો મજાનો હતો કે માથું ઊંચું કરવાનો ટાઈમ ના મળતો અને નાની આવક છતાં કામ કરવાનો અનેરો આનંદ આવતો. લગન ની મોસમ આવતી અને કેમેરા ની પણ, તમારામાંથી ઘણા ને યાદ હશે પેલા રોલ વાળા કેમેરા, એકાદ ફોટોમાં મોઢું જરાક આવી જાય તો ય હરખ માટે નઈ. ઘણાને આ વાંચીને જૂની યાદો તાજી થઇ ગઈ હશે. અમે બંને ભાઈઓ સવારે 4.30 વાગે ઉઠી ને કામે લાગી જતા અને ગ્રાહકોને કોઈ દિવસ જાકારો ના મળતો.
સમય કોઈ દિવસ ટકી ને રહેતો નથી અને કોઈ ફરિયાદ પણ નથી કોઈ, એક દિવસના જ્યાં 20-40 કેમેરા રિપેર કરતા જ્યાં આજે અઠવાડિયે 2 કેમેરા પણ નથી આવતાં. લોકો રિપેરિંગ ને બદલે નવું લેવાનું પસંદ કરે છે. રિપેરિંગ જેટલી ધીરજ નથી. સૌ કોઈ ફોટોગ્રાફર બની બેઠા છે અને દરેક હાથ માં મોબાઈલ જોવા મળે છે. મોબાઈલ વિના નો હાથ અને ઊંચું માથું જોઈ જાવ, તો હાથ મિલાવા દોડી જતા પોતાને રોકી નથી શકતો.
कोई रिश्ता नहीं रहा फिर भी
एक तस्लीम लाज़मी सी है…
तस्लीम=salutation/greeting
— with Pritesh Gajjar.
Recent Comments