#267, Avoid Fire Crackers

By Faces of Rajkot, October 27, 2016

તહેવારોની સિઝનમાં અમે ફુગ્ગા અને રમકડાં વેચીઍ. રહેવા માટે ઘર તો છે નહીં ઍટલે ક્યાંક ફુટપાથને જ અમારું ઘર બનાવી દઈઍ. તડકો, છાંયો, ઠંડી, વરસાદ કાઈ પણ હોય… અમારો દિવસ તો ફુટપાથ પર જે શરૂ થાય અને ત્યાં જ પુરો થાય.

અમને બધાને ફટાકડા ખૂબ ગમે પણ જ્યારે જમવાના પૈસા માંડ મળતા હોય ત્યાં ફટાકડના પૈસા ક્યાંથી લાવીઍ?

ફટાકડાથી અમે બહુ હેરાન થાય. રોકેટ, જમીન ચકરી, શંભુ, તડાફડી, બોંબ વગેરેના તણખલા અમને ઉડે અને ઘણી વખત અમે દાઝી પણ જઈઍ. ધુમાડાતો ઍટલા હોય કે શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થાય. દરેક દિવાળી પછી શરદી અને ઉધરસ થઈ જાય. ઍ મટવામાં તો ઍક બે મહિના થઈ જાય.

તમે તો તમારા ઘરમાં બારી-બારણા બંધ કરીને તમને બચાવી લેશો, જરા વિચારો, અમારુ શુ થાય? આ વખતે અમારા માટે તમે ફટાકડા ન ફૉડશૉ. પ્લીઝ.