સ્વછતાની દ્રષ્ટિએ ભારતમાં સાતમા ક્રમે આવેલા રાજકોટની હાલત તહેવારો બાદ વાવાઝોડા પછીના શહેર જેવી હોય છે.
ચારેબાજુ કચરો, પ્લાસ્ટિક, ફટાકડા અને હા પેલી લાલ ચટ્ટાક પાન ની પિચકારીઓ તો ખરી જ. આપણા રાજકોટના ધ્રુમિલને પણ આ જોઈ ને કંઈક ચમકારો થયો.
ધ્રુમિલે પૂછ્યું કે, હા, પણ એમાં અમારો ક્યાં વાંક છે, કચરો થોડો ઘરમાં રાખશું? મહાનગરપાલિકાએ આ વિચાર પણ વધાવી લીધો અને શહેરને તંત્ર અને જનભાગીદારીથી મળી ફાયબર રેનોપ્લાસ્ટીક બનાવટની ડસ્ટબીન. જેની રી-સેલ વૅલ્યુ ઝીરો છે એટલે ચોરી થવાનો કોઈ ડર નથી અને આ ડસ્ટબીન બધે જ ધીમે ધીમે જોવા મળશે. મેટોડની એક કંપની એ મનપાને આવી 200 કચરાપેટી પ્રથમ તબક્કામાં આપી છે. આ કચરાપેટીઓ પ્રથમ તબક્કા હેઠળ તમને કાલાવડ રોડ અને રેસકોર્ષ રિંગરોડ પર જોવા મળશે.
એમાં પણ વાંધો, બધી સારી વસ્તુઓ તમે કાલાવડ રોડ અને રેસકોર્ષને જ આપો છો બાકીના વિસ્તારોનો શું વાંક? અરે ભાઈ, જયારે રેસકોર્ષ પર ફરવા જાવ છો દર બુધવારે અને નાસ્તાના રેપર, પેકેટ કે ચોકલેટના કાગળ ત્યાં જ ફેંકી એવો છો ને? થોડું ચાલવું પડે તો ચાલીને પણ આ કચરાપેટીમાં કચરો નાંખજો તો ફાયદા નંબર એક, તમારા શહેરની સ્વછતા, નંબર બે, તમારા બાળકો અને જોનાર ને સારું દૃષ્ટાંત મળશે અને ચાલવાનો ફાયદો નફા માં, જો ચાલવું પડે તો!
અને હા આગામી તબક્કાઓમાં તમારા વિસ્તાર અને શેરીઓને પણ સાંકળી લેવાશે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપની ભારત ખાતે સૌ પ્રથમ રાજકોટમાં શરુ કરનાર ધ્રુમીલભાઈ ગરાચ અને રાજકોટ મહાનગરપાલિકા તથા તેને જોડાનાર દરેક કંપની ને શત શત નમન!
તારે શોળે-શણગાર ની થવા ની કોઈ જરૂર નથી ,
અહીં “કચરાપેટી” પણ શોભે છે તારા ઉપર કોઈ “દાગીના” ની જેમ .
— with Dhrumil Garach.
Recent Comments