જો તમારા ઘરમાં પાલતુ પ્રાણી હોય તો તમે એને કેટલો પ્રેમ આપી શકો? ફરવા લઇ જાવ? સારું જમવાનું આપો? કપડાં પેહરાવો, ગળે લગાડો? ગમે તેટલું કરશો તોય ગવલીભાઈ શેઠ જેટલું નહિ કરી શકો.
એના પ્રિન્સને સોનાનાં દાગીના પહેરવા જોઈએ, ડ્રાયફ્રૂટ્સ ખાવા જોઈએ એ પણ દરરોજ. જીવદયા પ્રેમી ગવલીભાઈ એના પ્રિન્સને ઘરનાં સભ્યની માફક સાચવે. અને આ પ્રિન્સ કોણ? એનો કૂકડો, હા, ગાવલીભાઈને જીવ થી પણ વહાલો અને સોને મઢેલો. પગમાં પાયલ, કાનમાં બાલી પહેરીને પ્રિન્સ શેરીમાં લટાર તો ભાઈ જોવા જેવી થાય. જો તમે મજાકમાં પણ એના દાગીનાને હાથ લગાડયો તો બસ પતી ગયું, પ્રિન્સનો ગુસ્સો સાતમા આસમાને જાય અને તમને ચાંચો મારી મારી ને હેરાન કરી મૂકે. પ્રિન્સને દિવસમાં બે વાર અરીઠાંથી સ્નાન કરવા જોઈએ અને રોજ 50 ગ્રામ કાજુ-બદામ જોઈએ.ઉપર થી દરરોજ સાંજે ગાવલીભાઈ જોડે સ્કુટર પર ફરવાનું તો ફરજીયાત.
ગાવલીભાઈ શેઠ એક સામાન્ય માણસ અને એમની પંચર સાંધવાની દુકાન છે. એને પોતાના માટે કયારેય સોનાની વસ્તુ બનાવડાવી નથી પણ પ્રિન્સને પોતાની બચતમાંથી બધું જ લઇ આપે. પોતે શાયદ કોઈ દિવસ કાજુ બદામ ના ખાતા હોય પણ પ્રિન્સ ને તો દરરોજ આપે. પ્રેમ આંકવાની કોઈ આંકણી રાજકોટ ખાતે તો બની નથી હજુ સુધી. સામે પ્રિન્સ પણ એટલો જ પ્રેમ આપે, એક જ થાળીમાં ગાવલીભાઈ જોડે જમે, ગાવલીભાઈ ના હોય તો અનાજ નો એક દાણો પણ ના અડકે, ગાવલીભાઈને બનતી મદદ કરે, આંખનો ઈશારો સમજી જાય અને જોઈતી વસ્તુ ચાંચથી ઉપાડી ને ગાવલીભાઈને કામમાં મદદ કરે. એવો નિસ્વાર્થ પ્રેમ જોવાનો લ્હાવો તો લેવો જ જોઈએ.
“दो रोज़ तुम मेरे पास रहो.. दो रोज़ मैं तुम्हारे पास रहुं..
चार दिन की ज़िन्दगी है.. ना तुम उदास रहो.. ना मैं उदास रहुं…”
Recent Comments