#272, Kartik Joshi, Music Director

By Faces of Rajkot, November 11, 2016

#272

“કાંચ ની જેમ આરપાર છીએ,
છત્તાં પણ,
લોકો ની સમાજ ની બહાર છીએ..”

કોઈ કંઈ અલગ કરવા જતું હોય ત્યારે એને ઉતારી પાડવાનો આપણે જબરો શોખ!
“આવું તે કઈ થતું હશે?” ,”એમ ના થાય”, “એવું કરવામાં માલ નથી” ઘણીવાર સાંભળવા મળે છે.
સંસ્કૃતમાં કાલીદાસ અને ઉર્દૂમાં ગાલિબ વિશ્વ વિખ્યાત થયા.એ બંનેની ભાષા રાષ્ટ્રવ્યાપી હતી, એમ કહીને પ્રાદેશિક ભાષાનો પનો જેમને ટૂંકો લાગતો હોય એમને કહેવું જોઇએ કે ટાગોર પ્રાદેશિક બંગાળી ભાષામાં લખીને વિશ્વસ્તરે છવાઇ શકતા હોય તો ગુજરાતીને લહાવો કેમ નથી મળ્યો ? આપણા જ લોકો વિદેશી સર્જકોનાં ઉદાહરણો આપતાં થાકતા નથી ! જ આપણી ક્ષમતા અને શક્તિને નહિ ઓળખીએ ત્યાં સુધી પારકું બધું આપણને એની તરફ ખેંચતુ રહેશે.

આજે કોઈ વિદ્યાર્થી રાજકોટમાં એના મિત્રોને કહે કે મારે સંગીતકાર બનવુંછે તો બધાં એની હાંસી ઉડાવશે. એના પરિવારજનો કે પછી કોઈ પણ એટલી સહેલાઇથી વાત નહિ જ સમજે. પણ રાજકોટને એવી સમજણની પરવાહ ક્યાં હોય છે, એતો બસ કરી છૂટે. એવુજ એક નામ છે કાર્તિક જોશી.

“હું પાંચ વર્ષથી મ્યુઝિક સાથે જોડાયેલો છું પણ ખરી સફળતા અને નામ મને મારી ગુજરાતી ફિલ્મ રિલીઝ થયા પછી મળ્યા.” ગીતકાર અને સંગીતકાર તરીકે આજે મને ગુજરાતી ફિલ્મ જગત ઓળખે છે. આપણા દેશી મ્યુઝિક અને સાહિત્ય સાથે કરંટ મ્યુઝિક મિક્સ કરીને કંઈક અલગ કરી છૂટવાનો મોહ જતો નથી કરી શકતો. પેહલીવાર કોઈ ગુજરાતી ફિલ્મે પ્રખ્યાત ટી -સિરીઝ જોડે ટાઈ અપ કરેલું અને જે અત્યંત સફળ રહ્યું.

રાજકોટને બસ એક જ વિનંતી છે કે કોઈ પણ ટેલેન્ટ કે કલાને ઉતારીના પાડવી બલ્કે પ્રોત્સહન આપવું, કોઈ આપનું આગળ વધશે અને એક દિવસ તમે ગૌરવ લઇ ને કહેશો, ” આ છોરો રાજકોટનો છે, કેમ બાકી ?”

છો કરે કોઈ કાંકરીચાળો,
જળ કદી ક્યાં તરંગ બદલે છે.

જાત બદલી શકે તો બદલી લે,
આંગળીમાં શું નંગ બદલે છે?
(આશૉક ચાવડા ‘બેદિલ’)