દસ વર્ષની અથાગ મેહનત સાથે નાટ્ય અને સિનેજગતમાં પોતાનાં નામ નો સિક્કો જમાવનાર આ રાજકોટીયનનો પરિચય તો થવો જ જોઈએ.
નામ એમનું છે આસિફ અજમેરી, 30 નાટકોમાં અભિનય, 25 નાટકોનું દિગ્દર્શન, 20 એકાંકી નાટકોનું લેખન, 8 દ્વિઅંકી નાટકોનું લેખન, 10 ટેલી ફિલ્મ્સમા અભિનય અને 2 ડોકયુમેન્ટરીનું લેખન તથા દિગ્દર્શન અને લીસ્ટ અટકવાનું નામ નહિ લે.
આકાશવાણી અને દૂરદર્શનમાં રાજકોટનો ડંકો વગાડનાર આસિફ અજમેરીએ કેરિયરની શરૂઆતના વર્ષમાંજ “હૃદય સમ્રાટ” લાઈટ એન્ડ સાઉન્ડ ડાન્સ ડ્રામા મલ્ટીમીડિયા શો નું લેખન, દિગ્દર્શન, નિર્માણ કર્યુ. અત્યારે તેઓ કણસાગરા મહિલા કૉલેજમા નાટ્ય દિગ્દર્શક તરીકે કાર્યરત છે.
કલાપી, સંભવામી યુગે યુગે, મીરા સામે પાર, માણસાઈ નાં દિવા, મહાઅવતાર શકાર, જીથરો ભાભૉ, રાંક નું રતન, તુઘલક જેવા રાષ્ટ્રીય કક્ષાનાં નાટકોમાં મુખ્ય અભિનયને રંગમંચ પર યાદગાર બનાવ્યો છે.
Recent Comments