#277, Deepakbhai’s Fire Paan

By Faces of Rajkot, November 23, 2016

રાજકોટ શહેરને રંગીલું બનાવવામાં ખાણીપીણી સિવાય પાનનો પણ એટલો જ ફાળો રહ્યો છે. મસાલેદાર મઘમઘતાં પાન મોમાં મૂક્તાંજ પાણી પાણી થઇ જાય. બનારસી કે કલકત્તી પાનને ટક્કર આપે એવા પાન રાજકોટમાં મળી રહે છે. સ્વાસ્થ્યને નુકસાન કરતાં પાન મસાલા નહીં પણ, પાચનક્રિયામાં મદદ રૂપ થતા મસાલેદાર પાનની વાત છે.

શાયદ તમને જાણ ના હોય તો રાજકોટથી રોજ પાન મુંબઈની હોટેલો અને સિનેજગત તથા અન્ય સેલીબ્રીટીસને ઘેર પહોંચતા થાય છે. સંજયદત્તને રાજકોટનાં પાન નો જબરો ચસ્કો છે એ આજે પણ રાજકોટનાં બનાવેલા પાન મંગાવે છે. વિરાટ કોહલી જયારે પણ રાજકોટ આવે ત્યારે એનો ડાઈટ પ્લાન છોડીને પાન તો લ્હાવો લેવાનું ચૂકતાં નથી.

એસ્ટ્રોન ચોક પાસે દુકાન ધરાવતા દીપકભાઈ તરવાણી અદભુત પાન બનાવવમાં માહિર છે. 15 રુ થી લઈને 1500 રુ સુધીના પાન તમને અહીં મળશે.

દીપકભાઈની સ્પેશિયાલિટી “ફાયર પાન ” સળગતા લવિંગ સાથે પાન મોં માં મૂકતાં જ હોલવાઈ જાય અને ઠંડક તમારા ગળામાં પ્રસરી જાય. લગભગ દરેક ન્યૂઝપેપર, ન્યુઝચૅનલ અને નેશનલ જિઑગ્રાફિએ દીપકભાઈની આ આવડતને વખાણી છે. રાજકોટનું હીર છે ઝળકતાં વાર ઓછી લાગવાની!

રાજકોટના ખૂણે ખૂણે આવા ચેહરાઓ છે જે રાજકોટ ની યશકીર્તિમાં કલગીઓ ઉમેરતા રહે છે.