#276, Pradipbhai Shah, Fractured arm and working

By Faces of Rajkot, November 21, 2016

500-1000 ની વાતો બહુ કરી, કોઈ કહે છે કે સારું થયું કોઈ કહે છે કે તકલીફ પડે છે. લાંબી લાઈનો હોય છે, પૈસા હોવા છત્તા પૈસા નથી, મારાં કમાયેલા પૈસાની સાબિતી મારે આપવાની ને એવું ઘણું બધું. ટીવી,રેડિયો, સોશ્યિલ મીડિયા અને ન્યૂઝપેપરે લાંબી લાઈનોને જાણે હીરો બનાવી દીધા છે હેડલાઇન્સમાં એજ જોવા સાંભળવા મળે તમને. પણ, ક્યારેય ટેબલની પેલે પાર જોયું?

संत ना छाडै संतई, जो कोटिक मिले असंत

चन्दन भुवंगा बैठिया, तऊ सीतलता न तजंत।

अर्थ : सज्जन को चाहे करोड़ों दुष्ट पुरुष मिलें फिर भी वह अपने भले स्वभाव को नहीं छोड़ता. चन्दन के पेड़ से सांप लिपटे रहते हैं, पर वह अपनी शीतलता नहीं छोड़ता.

પેલો બેન્કનો કર્મચારી રૂટીન કામ ઉપરાંતનું આ નોટ વિતરણની મોટી જવાબદારી વિના બોલે કોઈ પણ જાત ની ફરિયાદ વિના કરતો રહે છે.

આવીજ રાજકોટની સૌથી વ્યસ્ત SBI બેંક, સિવિલ હોસ્પિટલની સામે આવેલી છે. આ બેંક મુખ્ય શાખા છે અને આરબીઆઈમાંથી આવતી નોટોનું વિતરણ અહીંથી બધી બેન્કોને થાય એટલે સાહજિક રીતે કામ નું ભારણ અહીં વધુ હોય. વધુ પડતા કામને લીધે અહીં કામ કરતાં પ્રદીપભાઈ શાહ, ડેપ્યુટી મેનેજર, નું બ્લડપ્રેસર લો થઇ ગયું અને અચાનક પડી ગયા. એમના એક હાથમાં મલ્ટિપલ ફ્રેક્ચર થયા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવાય, જ્યાં ડોક્ટરે એમની તેમની પ્રાથમિક સારવાર કરી અને ઓપેરશન માટે બીજા દિવસે આવવાનું કહ્યું.

રાતે પોણા નવ વાગે કાચો પાટો અને તૂટેલો હાથ અને લો બ્લડપ્રેસર લઇ ને પ્રદીપભાઈ ફરી પાંચ બેન્ક પર. એટલા બધા રૂપિયાની લેવડ દેવળ હોય અને કામ નું ભારણ હોય તો માણસથી સાહજિક કોઈ ભૂલ થાય, રાતે બાર-એક વાગે સુધી બેસી ને હિસાબ સરભર કરવાનો, જો કોઈ રકમ ઓછી હોય તો પોતાની બચતમાંથી ઉમેરવી પડે શાયદ આ વાત બધાને ખબર નાઈ હોય. ગુરુવારે એમના હાથનું ઓપેરશન થયું અને શુક્રવારે પ્રદીપભાઈ હસતાં મોં એ બેંકમાં.

પ્લાસ્ટરવાળા હાથે શક્ય તેટલી મદદ કરે અને કામનો ભાર હળવો કરે. એમને જોઈને સહકર્મચારીઓ ડબલ જુસ્સાથી મંડી પડે. પ્રદીપભાઈ જેવા અનેક લોકોએ ઘણા અંગત પ્રસંગો, કામો પડતા મૂકી ને રજા લીધા વિના લોકોને મદદરૂપ થવા નિરંતર કામ કરતા જોવા મળે છે.

દેશના અર્થતંત્રની ગંગા શુદ્ધિકરણની કોશીષમાં જોડાયેલા પ્રદીપભાઈ જેવા અનેક બેંક કર્મચારીઓને રાજકોટના શત શત નમન.

साधु ऐसा चाहिए, जैसा सूप सुभाय,
सार-सार को गहि रहै, थोथा देई उड़ाय।

अर्थ : इस संसार में ऐसे सज्जनों की जरूरत है जैसे अनाज साफ़ करने वाला सूप होता है. जो सार्थक को बचा लेंगे और निरर्थक को उड़ा देंगे.