આજથી 7 વર્ષ પૂર્વે એક ગોઝારા અકસ્માતમાં મારા ભાઈ-ભાભીનું અવસાન થઇ ગયેલું અને પાછળ મૂકી ગયા આ અચાનક મૂળ સોતો ઉખડી ગયેલ આ કુમળો છોડ, અર્જુન, મારા ખોળામાં આવી પડેલ.
ખીમીબેન નાગરવેલ અને કેળના પાન વેંચીને ગુજરાન ચલાવે પણ અર્જુનની બધી ઈચ્છાઓ પુરી કરે. સવારે અર્જુનને તૈયાર કરીને નિશાળે મોકલે, બપોરે જમાડીને શાકમાર્કેટ લઇ આવે, લેસન કરાવે અને અર્જુન “મા” ને કામમાં મદદ કરે. હા, અર્જુન એની ફઈ માં “મા-બાપ ” બંને જુએ.
મેં અર્જુનને પૂછ્યું કે તને તારી મમ્મી માં શું-શું ગમે? દસ વર્ષના બાળક ને શું ખબર પડે કે શબ્દો કેમ ગોઠવવા? પણ, જુઓ એને શું કીધું.અર્જુન કહે છે કે મારી “મા” જાણે જાદુઈ થેલી હોય એમ એના વિશાળ હૃદયમાંથી કંઈક ને કંઈક વ્હાલ રૂપે વરસતું જ રહે છે. ક્યારેક ફળ, ક્યારેક ચોકલેટ તો ક્યારેક કપડાં કે રમકડાં. મને એની કાચા રોટલા ઉપર પડેલી એના આંગળાની ભાત અને ભાખરી પર પડતાં ખંજન જેવા ખાડા બહુ ગમે. જયારે લાઈટ જતી રહે અને એ નોટબુકનાં પૂંઠા નો પાંખો કરે ને મને આઇસક્રીમ જેવી ટાઢક થાય. એમ થાય કે લાઈટ આવે જ નઈ કોઈ દિવસ. મચ્છરના ડંખ થી બચાવા માટે એ જયારે એની અર્ધપારદર્શક સાડી મારા માથે ઢાંકે ત્યારે મને મીઠા આંબા જેવો અનુભવ થાય.
ખમીરવંતા ખીમીબેન રાજકોટની પરાબજારમાં તમને હસતાં જોવા મળે, તો સલામ કરવાનું ચૂકશો નહિ કેમ કે યશોદાનાં દર્શન એમ સહેલાયથી ન થાય.
મોંસૂઝણૅ, ગલી-ગલીએ છાણ વીણતી બા,
મને કાયમ.
રાતનાં ખરેલાં તારાં વીણતી પરી લાગી છે.
Recent Comments