કલ્પેશ કહે કે મારે પ્લાસ્ટિક સર્જન થવું છે. મને નવાઈ એટલે લાગી કે આ ઇંગ્લિશ મીડિયમમાં ભણતો બાળક મને કોઈ મોટા બંગલામાં નહોતો મળ્યો. મને એ આજી ડેમ પાસે ભરાતી રવિવારી ગુજરી બજારમાં મળેલો.
કલ્પેશ હજું તો શ્રેયસ વિદ્યાલયમાં LKG (બાળ મંદિર) માં ભણે છે. નટખટ પણ એટલોજ છે.
એના પરિવારમાં કોઈ દાઝી ગયેલું અને એને પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. કલ્પેશને એટલું સમજાઈ ગયું કે કોઇને સુંદર બનવું હોય તો પ્લાસ્ટિક સર્જન મદદ કરી શકે.
સપનાતો વવાઈ ગયા… હવે આ નાના સપનાનો દીવો ઝગમાગતો રહે એવાં આશિર્વાદ અને શુભકામનાઓ.
— with Paras S. Hemani.
Recent Comments