#280, Harsh Soni

By Faces of Rajkot, December 13, 2016

તને હું
દર વખતે
એટલા વૈવિધ્યથી નિહાળી શકું છું કે…
તું
મારા માટે સર્વદા
અદ્ભૂતનો એક પ્રાંત હોય છે.
~ સાકેત દવે

મારુ નામ હર્ષ સોની છે અને હુ આવતા વર્ષે ઇલેકટ્રીકલ એન્જીનિયર પૂરૂ કરીશ. એન્જીનિયરીગ સાથે મને ચિત્રો દોરવાનો પણ ખુબ જ શોખ છે. હું અલગ અલગ પ્રકાર ના ચિત્રો બનવું છું જેમ કે 3D, નેગેટિવ, પેન્સિલ સ્કેચો, tattos અને બીજા ધણા. હું કોલેજ ઇવેન્ટસમાં 10×10 feet અને તેનાથી મોટી રંગોળી પણ બનવું છું. તેની સાથે ડીજીટલ આર્ટ અને logo ડીઝાઈનિંગ, wall arts પણ બનવું છું.

અભ્યાસની સાથે સાથે મારી કલા ને સમય આપવા માટે મારા વધુ પડતા ચિત્રો રાતે જ બનવું જેથી મારો અભ્યાસ ન બગડે.

મેં મારી પોતાની બે ડ્રોઇંગ સ્ટાઈલ ઇન્વેન્ટ કરી છે જેમાં એક 3D Art અને બીજું negative art.

હમણાં જ થોડા સમય પહેલાં મેં “how to draw in 3D” વિષય ઉપર સેમિનાર લીધો હતો. ડ્રોઈંગ ની ઘણી વિવિધ સ્પર્ધાઓમાં મને ઈનામ પણ મળેલા છે.

ડ્રોઈંગ સિવાય મારો ફોટોગ્રાફીમાં, રોબોટિક્સમાં અને બીજી ઘણી ટેકનીકલ ઇવેન્ટસમાં રાજકોટ તેમજ બીજા શહેરોમાં પણ 1st રેન્ક આવ્યા છે.

મારા મત મુજબ દરેકે જિંદગીમાં ગમે તે એક કલાને વળગી રહેવું જ જોઈએ.

જય હિન્દ. વંદે માતરમ્.

— with Harsh Soni and Saket Dave.