#284, Hiren Gondalia, an aspiring photographer

By Faces of Rajkot, January 7, 2017

પ્રખ્યાત કોલજમાંથી 9.0 SPI સાથે એન્જિનિયરિંગ, નામી કંપનીમાં સારા પગારની નોકરી, સારી પોસ્ટ, બધું જ છોડીને ઘેર આવી ગયો. ઘરમાં તો જાણે શોક લાગ્યો હોય એવી સ્થિતિ થઇ ગઈ. મારી તબિયત ઠીક છે, પ્રેમમાં પડી ગયો કે શું, કોઈ એ કઈ કરી દીધું કે કહી દીધું, એવા કેટલાય વિચિત્ર સવાલોની ઝડી વરસી થોડો સમય.

Ethan Wade ઉર્ફ હિરેન ગોંડલિયા, મને કશું જ નહોતું થયું, હા, ખાલી ગાડરિયા પ્રવાહથી થોડી નફરત હતી. 4 વર્ષ ઈન્જીનરીંગ, 9 થી 5 ની નોકરી અને થોડા અમથા પ્રમોશન માટે આજીજી અને 9 થી5 ની બદલે 9 થી 9 માં પરિવાર, શોખ, મિત્રો બધું જ હોમાય જાય. એના કરતાં મનગમતું કરીયે તો?

મનને ગમ્યો કેમેરા અને ફિલ્મ, સાદો કેમેરા ઉઠાવીને ફિલ્મ બનાવી ” ડિઝાયર” પેહલો પ્રયાશ થોડો કાચો, થોડો પાકો અને અનુભવનું ભાથું, ઘણું શીખ્યો અને નવો કેમેરો લીધો અને નવી ફિલ્મ બનાવી. મનનો મોરલો તો ભાઈ ઊંચે ઉડવા માંડ્યો. મોંઘો કેમેરા લીધો અને ફોટો શૂટ શરુ કર્યું પણ ઘરનાં લોકો એ બ્રેક મારી કે ભાઈ કમાતા નથી અને મોંઘા કેમેરા કેમ પોસાય? વાતમાં દમ તો હતો, શોખને વ્યવસાયમાં બદલ્યો અને પ્રોફેશનલ ફોટોગ્રાફર બની ગયો.

આજે ઘણા એસાઇનમેન્ટસ છે મારી પાસે અને મોંઘા કેમેરા પણ છે. કામ ના સમયે કામ અને બાકીના સમયમાં શોખ પૂરો કરું. એક દિવસ 72mm ની ફિલ્મ બનાવીશ અને રાજકોટ જોતું રહી જશે.

— with Ethan Wade.