હું રાજકોટની યંગેસ્ટ આરંગેત્રમ આર્ટિસ્ટ, પ્રિયાંશી ધધડા . પાંચ વર્ષની સમજતી થઇ ત્યારથી લઇને અત્યાર સુધી જંક ફૂડ કે ચરબી,શુગરથી દૂર અને સખત પ્રેક્ટિસ દરરોજ ની. જયારે રજા હોય તો 4-5 કલાક ની પ્રેક્ટિસ અને એ પણ આજસુધી એક પણ દિવસ ની છુટ્ટી લીધા વિના. ઉત્તરાયણ હોય કે નવરાત્રી, દિવાળી હોય કે દશેરા પ્રેક્ટિસમાં તો જવાનું જ. અથાગ મેહનત અને શરીરનું ધ્યાન રાખવું પડે છે બહારનું ખાવા મંડીએ તો શરીર જવાબ દઈ જાય.અને એમાં એને પૂરતી મદદ કરનાર એમના ગુરુ શ્રી જીગ્નેશ સુરાની અને ક્રિષ્ના સુરાની.
ઘણા બધા ફંક્સન, સરકારી પ્રોગ્રામોમાં પરફોર્મન્સ આપ્યા છે. મેં જોયા છે ઘણા માતાપિતાને એના છોકરા છોકરીઓને ફિલ્મી સોન્ગ્સ પર કઢંગા ડાન્સ કરવા ફોર્સ કરતા અને એના વખાણ કરતાં, નૃત્ય કોઈ ખરાબ વસ્તુ નથી જો એને સાધના અને યોગ્ય રીતે કરવામાં આવે. નૃત્ય એક બેસ્ટ કસરત છે અને એ તમને કોઈ પણ જાતના તણાવ, ટેન્શન, સ્થૂળતાથી મુક્તિ અપાવે છે. પણ જયારે કઢંગા ડાન્સ કરતાં નાના અબુધ બાળકોને જોઉં છું તો દવા નાંખીને પકવેલા ફળો યાદ આવે, અને એમનાં પર ઘર અને સ્કૂલ તરફથી પ્રેશર કેટલું! એમનું ચાલે તો નદી, ઝરણાંનેય સીધી લીટીમાં વહેવાનું કહી દે અને ફૂલ, પતંગિયાને પણ યુનિફોર્મમાં જ આવવાનું કહે.પણ મારે તોએવી નિશાળ જોઈએ છે જેમાં લેશનમાં તો સુગંધ આપે અથવા આપે રંગ,બધાં જ દફતર ખૂલે ત્યાં તો નીકળે એક ઉમંગ. Geeta Ghaghda Krunal Ghaghda Himanshu Ghaghda
Recent Comments