રાજકોટમાં સૌથી નાની વયે યોગમાં સફળતા અને કીર્તિ પામનાર કાદમ્બરી ઉપાધ્યાય, માત્ર પાંચ વર્ષની હતી ત્યારથી યોગ કરે છે. અત્યારે સાતમાં ધોરણમાં અભ્યાસ કરે છે.
કંઈ કેટલાય ઇનામો જીત્યા છે શહેર, જિલ્લા લેવલ પર. રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ પણ રાજકોટની કાદમ્બરી લઇ આવી છે અને હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિંગાપોર જવા તૈયાર થઇ રહી છે.
“હું સ્કૂલ-કોલેજમાં છોકરીઓને યોગ શીખવું છું, સ્કૂલ જાઉં છું અને બીજી એક્ટિવિટી પણ કરું છું, માત્ર યોગ જ નહિ પણ સંગીત, વક્તૃત્વ અને ડાન્સ સ્પર્ધામાં પણ ઇનામ લાવી છું. શાયદ કોઈ પાસે સ્કૂલથી માંડી ને કોલેજ સુધી જેટલા સર્ટિફિકેટ નહિ હોય એટલા મારી પાસે સ્પર્ધા જીત્યાના સર્ટિફિકેટ્સ છે અને હજી પણ આવશે. યોગ સાધના એ સહેલી નથી હોતી સૌ કોઈ જાણે છે, મોટા મોટા લોકો કલાકમાં તો થાકી જાય છે અને આપણે ગુજરાતીઓ તો શરૂઆતે સુરા એટલે મોટા ઉપાડે શરુ તો કરીએ છીએ પણ 2-3 દિવસ અને વધીને અઠવાડિયામાં સાંજે પાણીપુરીની લારી પર કેહતા જોવા મળીએ કે “ટાઈમ જ ક્યાં મળે છે”. દરરોજ ની 2 કલાકની પ્રેક્ટિસ એ પણ એક છોકરી માટે આસાન નથી હોતી. મારી મમ્મી અને પરાગભાઈ નિર્મલ મારા યોગ ગુરુ છે. એજ મને અલગ અલગ યોગ આસન શીખવે છે. ”
“હું તો સૂરજમુખીનું એક નાનકડું ફૂલ,
મને સૂરજ થવાના બહુ કોડ:
સૂરજ ને મળતી આખા નભની વિશાળતા,
મારી પાસે છે એક છોડ”
Recent Comments