#295, Divyesh Pansara, Vegikaka

By Faces of Rajkot, March 9, 2017

“મેં તો બીજ વેર્યા અહિં છૂટ્ટા હાથે,
હવે વાદળ જાણે ને વસુંધરા.”

એવું બને કે માર્કેટમાંથી શાકભાજી વીણી ને લાવીએ પણ ટામેટા સડેલા જોઈને મોં પણ પૈસા પડી ગયા હોય એવું થઇ જાય? કે પછી રીંગણની અંદર બી રીંગણ થીય વધારે જોય ને ભાવતાલ કરવાનો આનંદ ઓગળી જાય?.મોલમાં શોપિંગ કરવા તો જઈએ પણ થેલી ઝુલાવતાં માર્કેટ જઈને 5 જગ્યાએ ભાવતોલ કરી ને એક એક વીણી વીણીને ખરીદીયે પછી જાણે યુદ્ધ જીત્યા હોય એવો સંતોષ લઈને ઘેર આવીયે.

લંડન 4 વર્ષ રહ્યો અને જોયું કે અહીં તો શાકભાજી ઉગતા નથી પણ છતાં બારેમાસ બધા શાકભાજી એજ ભાવે મળે. શિયાળામાં જે ભાવે ટામેટા મળે એજ ભાવે ઉનાળે પણ મળે. જયારે કોઈ ખેતી તો છે નહિ, અને ભારત ખેતીપ્રધાન દેશ છે છતાં અહીં શાકભાજીની મારામારી હોય છે. કારણ? લે-વેચની જે ચેઇન છે એમાં ઘણી ખામીઓ છે. આજથી 50 વર્ષ પેહલા જે રીતે શાકભાજી માર્કેટમાં આવતા અને વેંચતા આજે પણ આ પદ્ધતિમાં કોઈ ફેરફાર નથી થયો. પરિણામે અડધું શાક તો તમારા રસોડે પહોંચતા પેહલા સડી ગયું હોય છે અથવા તો ભાવ 10 ગણા થઇ જાય. ક્યારેય વિચાર્યું છે કે ટામેટા શિયાળામાં 10 રૂપિયાના કિલો અને ઉનાળે 100 રૂપિયા દેતાંય સારા નથી શું કામ મળતા ? દિવ્યેશે એમાંથી કંઈક અલગ કરવા વિચાર્યું અને બની ગયા “વેજીકાકા”.

“વેજીકાકા” કેવું ઓળખીતું નામ હોય એવું લાગે.હા! આ મારી દુકાન નું નામ અને એડ્ડ્રેસ? તમે કહો તે. ઓનલાઇન શાકભાજી ઓર્ડર કરો અને સર્વિસ ઘરબેઠા મેળવો. પણ કવોલિટીનું શું?
દિવ્યેશ કહે છે કે, અમે વહેલી સવારે સૌથી પેહલા શાકભાજી લઈ આવીયે, અમુક શાકભાજી સીધા ખેડૂતો પાસેથી જ લઇએ. અમારી મહિલા કર્મચારીઓ સારી ગુણવત્તાનો માલ અલગ કએ અને વેન માં ગોઠવીયે છીએ. ત્યાર બાદ ઓર્ડર મુજબ વેનનો રૂટ નક્કી કરીયે અને નીકળી પડીયે. આજે કેટલી ગૃહિણીઓ વેન પાસે ટોળે વળે છે લેવા માટે કારણ કે અમારા જેવી ગુણવત્તાવાળા શાક્ભાજીતો શાયદ તમે માર્કેટમાંથી વીણીને લાવો તો પણ ના મળે. ક્યારેક અચાનક મેહમાન આવી ચડે કે માર્કેટ બંધ હોય કે પછી જોઈએ તેવી ગુણવત્તા ના મળે તો વેજીકાકાનું શાક હાજર થઇ જાય છે.

અમે નફા કરતાં ગુણવત્તાને વધુ મહત્વ આપીએ અને બને ત્યાં સુધી ભાવ માર્કેટ જેટલો જ રહે એવા પ્રયત્ન કરીયે. એના લીધે તો આજે માત્ર એક વર્ષમાં અમારા ગ્રાહકો વધતા જ જાય છે. રાજકોટના આ “કાકા” નજરે ચડે તો ગર્વ કરવાનું ચૂકશો નહિ કારણ કે આવા સરસ વિચારો રાજકોટમાં જ જન્મે છે.