આજે પણ યાદ છે ધર્મસિંહજી કોલેજ જતા હોઈએ વહેલી સવારે કડકડતી ઠંડી હોય અને કોઈક પાનવાળાની દુકાને એકાદ લેમ્પ ચાલુ હોય ય તો ફાનસ હોય અને રેડીઓ વાગતો હોય તો ઉભા રહી જઈએ.
મુંબઈ માં મનડું નાથી લાગતું, બાળપણને જો ફરીથી જીવવું હોય કે માણવું હોય તો રાજકોટ જ આવવું પડે.
બહુ ઓછા લોકોને ખબર હશે કદાચ કે મનહર ઉધાસ એક મેકેનિકલ એન્જીનીઅર છે અને નોકરી કરવા માટે મુંબઈ ગયેલા. ગાયક બનવાનું તો સ્વપ્નેય નહોતું વિચાર્યું. મુંબઈમાં એમના બનેવી ગુજરાતી ફિલ્મો બનાવતા એમણે મનહરજીનો પરિચય “કલ્યાણજી- આણંદજી” સાથે કરાવ્યો. મનહરજી એમને મ્યુઝિક રેકોર્ડિંગમાં મદદ કરતાં અને એક વખત “વિશ્વાસ” ફિલ્મના ગીત શુટિંગ દરમિયાન મહાન ગાયક મુકેશજી ન આવ્યા.ત્યારે એવું નક્કી થયું કે મનહર ઉધાસ ગીત ગાય અને તેની ઉપર મુકેશજી રી-રેકોર્ડ કરે. પણ મનહર ઉધાસનો અવાજ સાંભળ્યા પછી મુકેશજી એ ગીત એમજ રાખવા આગ્રહ કર્યો અને એ રીતે મનહર ઉધાસ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યાં.
લૂંટે કોઈ મન કે નગર, તું ઇસ તરાહ સે મેરી જિંદગી મેં, ગલી ગલી મેં ફિરતા હૈ, હમ તેરે બિન કહી રહે નહિ પાતે , હર કિસી કો નહિ મિલતા યહા પ્યાર જેવા અને સુપરહિટ ગીતો એમણે આપ્યા છે. 300થી વધુ ગીતો ગુજરાતી, બંગાળી, હિન્દી અને બીજી અને ભાષાઓમાં ગાયા છે.
નયનને બંધ રાખીને, શાંત ઝરૂખે વાટ નીરખતી, તમને સમય નથી અને અમારો સમય નથી, હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, દિવસો જુદાઈના જેવા પ્રેમ ગીતો સાંભળી -સંભળાવીને ઘણા પ્રેમીઓ ફાવી ગયા. રાજકોટનાં તાજનો આ એક અમૂલ્ય હીરો છે.
— with Manhar Udhas, Manhar udhas, Manhar UDAS Gajal and Manhar Udhas.
Recent Comments