#299, Jay Bhinde
By Faces of Rajkot, April 8, 2017
Jay Bhinde
બાપુજીને આંખે દેખાતું નહી 5 વાગ્યા પછી, ચોથા ધોરણમાં હતો ત્યારથી જ બાપુજીની દુકાને જઈને મદદ કરતો. ઘેર પાછા ફરતી વખતે હું સાઇકલનું હેન્ડલ પકડતો અને બાપુજી પેડલ મારતાં.
ધ્રાંગધ્રાથી રાજકોટ આવી ગયા અને હેલ્પર તરીકે એક કારખાનામાં લાગી ગયો. સખત મજૂરી કર્યા પછી કશું કરવાની હિંમત નહોતી બચતી.
એક ઇવેન્ટ મેનેજમેન્ટ કમ્પની માટે વિડિઓ એડિટિંગથી લઈને ચા પાણી લઇ આવવાનું કામ હું કરતો, 3 હજાર મહિને મળતા પણ એના કરતાં કામ કરવામાં અને નવું નવું શીખવામાં મજા આવતી.
એ પછી અબતક ચેનલમાં જોડાયો અને દોઢ વર્ષ કામ કર્યું વધુને વધુ એડિટિંગ, રેકોર્ડિંગ એન્ડ બ્રોડકાસ્ટિંગ વિષે શીખ્યો. અત્યારે જી. ટી. પી.એલ.. માં જોબ કરું છું. વિડિયો રેકોર્ડિંગ ની સાથે હવે ફોટોગ્રાફી પણ શીખું છું.
કોઈ ઓછું ભણેલ માણસ અને લાયકાત વિના જો કોઈ આવડતને વિકસવાની તક આપે તો એ રાજકોટ છે.
Related
Recent Comments