#301, Kevin Makwana
By Faces of Rajkot, April 24, 2017
એક સરખાં દિવસો તો કોઈ ના નથી જતાં, ક્યારેક મજૂરી કરતાં મારા પપ્પા એ આજે બિઝનસ કરે છે. ખુદ 3 ધોરણ નાપાસ છે પણ મને એન્જીનયર, મોટા ભાઈને સી.એ. બહેનને એમ.કોમ. સુધી ભણાવ્યા. પણ, આજે ખાલી ભણવાથી કામ નથી ચાલતું, તમારે કંઈક અલગ કરવું પડે છે.
ભણવાની સાથે મેં ક્રિકેટ,સ્વિમિંગ, એથલેટિક ગેમ્સમાં પણ રસ લીધો, ઘણી સ્પર્ધાઓ જીતી. નવા મિત્રો બનાવ્યા એમની પાસેથી નવી રમતો શીખ્યો. ક્રિકેટ આજે રાજકોટની દરેક ગલીમાં રમાય છે પણ, સ્નૂકર કે પૂલ રમતા આવડતું હોય એવા કેટલા? કોલેજમાં એક મિત્રોનું ગ્રુપ બનાવ્યું જે મજૂરોના બાળકોને મફતમાં ભણાવે અને એમને હેલ્થી ખાવાનું આપે.
હજી તો જિંદગીની શરૂઆત કરી છે, વિખરાયેલી છે પણ, જીવવામાં મજા પડે છે. રંગીલું રાજકોટ નામનું ઇન્સ્ટા પેજ પણ છે, ભણવું પણ છે અને રમવું પણ છે.
થોડો સમય જવાદો રાજકોટ યાદ કરશે.
Related
Recent Comments